________________
૨૨
આગમોત નથી, અને તેથી કોઈપણ જીવ એક ક્ષેત્રમાં એકીકાલે બે અરિહંતના નમસ્કારનું ફલ મેળવી શકે પણ નહિં, નમો અરિહૃતાના ઉચ્ચારણથી અતીત કાલના અનંત અરિહંત ભગવંતે, વર્તમાન કાલના કઈ અરિહંત ભગવંતે, અને ભવિષ્યકાલના પણ અનંત અરિહંતને વન્દના કરવાનું થાય છે. આ બધું મહિમા નામની સાથે કહેલ બહુવચન છે.
જો કે એ વાત તે ખરી છે કે એક રતી સોનાનું સ્વરૂપ જે હિય તેજ લાખે તેલા સેનાનું સ્વરૂપ હોય છે. અને જે લખો તેલા સેનાનું સ્વરૂપ હોય છે તે જ સ્વરૂપ એક રસ્તી જેટલા સેનામાં પણ હોય છે, તેવી રીતે એક પણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનમાં જે ગુણેને સમુદાય હોય છે, તે ગુણેને સમુદાય અતીત અનાગત અને વર્તમાનકાલના તીર્થંકરમાં રહે છે અને અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણે કાલના અરિહંત-ભગવંતે માં જે ગુણોને સમુદાય છે, તે એક તીર્થકરમાં રહેલે છે.
અને એ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજી જણાવે છે કે giમિ પૂમિ સવે તે પૂર્યા હુંતિ અર્થાત્ એક પણ તીર્થંકરની પૂજા કરવાથી સર્વ પણ તીર્થકરેની પૂજા થઈ જાય છે. એવી રીતે એક પણ અરિહંતને નમસ્કાર કરવાથી સર્વ અરિહંતને નમસ્કાર થઈ જાય છે, તે પછી જો અરિહંતામાં બહુવચન કહેવાની જરૂર રહેતી નથી. આવા કથનના સમાધાનમાં એમ કહી શકાય કે સંઘના એકપણ અવયવની, એકપણ સાધુની, એકપણ આચાર્યની ભક્તિ કરવાથી સર્વ સંઘ-મુનિ અને આચાર્યોની ભક્તિ થઈ જાય છે, છતાં પણ પૃથક પૃથક્ સંઘની વ્યક્તિઓની મુનિઓની અને આચાર્યની ભક્તિ કરનારાઓને જે ઉલ્લાસ, જે ભાવના, અને તે દ્વારા જે તત્રકર્મને ક્ષપશમ એટલે નિર્જરા થાય છે તે અનુભવ અને શાસ્ત્રથી સિદ્ધ છે. માટે જ નમો અરિહૃતલ્સ એમ એકવચન ન કહેતાં જનો અરિહંતાળ એમ બહુવચનથી નમસ્કાર કરે છે.
વળી પૂજ્ય પુરુષોને અંગે એક હોય તે પણ બહુવચન વાસ્તવિક