SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ કારણભૂત તેજસશરીરની હયાતી છતાં પણ આહાર ન કરી શકાવ તે દુઃખની અશાતા વધી જાય? વળી દિગમ્બરભાઈએએ વિચાર કરે જોઈએ કે છઘસ્થજેને તે રોમદ્વારા થયેલા આહારને પ્રથમથી ખ્યાલ હેતે નથી, પરંતુ તેના પરિણામથી થયેલા મૂત્રાદિકની અધિકતા દ્વારાએ તે વસ્તુને ખ્યાલ થાય છે, પણ કેવલીમહારાજને તે પ્રથમથી મદ્વારાએ આવતા પુદ્ગલેને ખ્યાલ હોય છે, અને તે દ્વારા શરીરનું પુષ્ટ થવું પણ થઈ શકે છે, તે પછી કલાહારદ્રારાએ જે શરીરની પુષ્ટિ થવાની હતી તે પુષ્ટિ માહાર દ્વારા પણ જ્યારે કેવલીમહારાજાઓને પણ રહી તે પછી જગતના જીવન દુઃખથી દુઃખીપણાની વાત અને તેથી કાલાહાર નહીં કરવાની વાત કેવલ હમ્બકરૂપ ગણાય. કેટલાક દિગમ્બર ભાઈ એ તે એમ કહેવાને પણ પિતાની જીભ તૈયાર કરે છે કે છદ્મસ્થ પણ આહાર કરે અને કેવલી પણ આહાર કરે તે તે બેમાં ફરક શો? પરંતુ આવું કહેનારાઓએ વિચાર કર જોઈયે કે પ્રથમ તે છઘને પણ વેદનીય વગેરે આયુષ્ય, નામ અને ગેત્ર કર્મ છે અને વેદનીય કર્મો કેવલીમહારાજને પણ છે. તે શું તેટલા માત્રથી છદ્મસ્થને જીવ અને કેવલી–મહારાજને જીવ કંઈપણ ફરક વગરનો છે એમ કહી શકશે ખરા? અને જો એમ કહેવામાં આવે કે કેવલી–મહારાજને વેદનીયઆદિક કર્મો છતાં પણ જ્ઞાનાવરણીયાદિ ઘાતી-કર્મો નથી માટે તેમની અધિકતા છે, તે તે વાત અહિં આહારને અંગે પણ લેવામાં શી અડચણ છે? વળી છવસ્થ અને કેવલી બને શરીરવાળા છે. દ્રવ્યઈન્દ્રિયવાળા છે. શ્વાસોશ્વાસવાળા છે, ભાષાવાળા છે, દ્રવ્યમનવાળા છે, ગમનાગમનવાળા છે. તે શું એ વિગેરેની સરખાવટથી કેવલી-મહારાજને છદ્મસ્થ સરખા ગણશે ખરા? કહેવું પડશે કે શરીરઆદિક સર્વ છતાં પણ કેવલી–મહારાજા ઘાતી-કર્મથી રહિત છે માટે ઊંચા જ છે.
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy