________________
આગમત કરવું પડે છે, એટલું નહિ પરંતુ તે પછી પણ આહારમાંને આહારમાં પ્રવૃત્ત રહેવું પડે છે. કેવલીભગવંતને આહારની મનાઈ શી રીતે કરાય?
દિગમ્બરભાઈએ જે કે કેવલિઓને આહાર નથી માનતા, તે પણ તેઓથી શરીર હોય ત્યાં સુધી રૂવાટાદ્વારા આવતી આહારની શ્રેણિ તે રોકી શકાય તેમ નથી.
વિચાર કરવાની જરૂર છે કે દિગમ્બરભાઈએ જગતના દુઃખને લીધે કેવલીઓને આહારની મનાઈ માને, તે પ્રથમ તે તે કેવલીઓને મહાદુઃખમય માનવા પડશે. કારણ કે ચર્મચક્ષુથી જોનારા મનુષ્ય બે-પાંચ દુઃખી જેને જોઈ અપૂર્વ—દુઃખને ધારણ કરે છે, તે પછી જે કેવલજ્ઞાનીએ સર્વ નિમેદ વગેરે તિર્યંચગતિના છે અને સાતે નરકના નારકી ઓને દુઃખમય અવસ્થામાં દેખનારા તેમના દુઃખને પાર રહે નહિ, એટલે કહેવું જોઈએ કે દિગમ્બર ભાઈઓના મતની અપેક્ષાએ તે દુઃખમય અવસ્થા લેવી હોય તેજ કેવલજ્ઞાન મેળવવા માગે.
કદાચ દિગમ્બર ભાઈ એમ કહે કે-કેવલીમહારાજાએ રાગ-દ્વેષરહિત હોવાથી તેમજ ઉદાસીનતારૂપી કેવલજ્ઞાનનું ફલ હોવાથી કેવલીમહારાજાએ સમગ્ર-જગતના દુઃખને દેખે તે પણ તે ઉદાસીનભાવનાના પ્રતાપે તેઓને આત્મા દુઃખી થાય જ નહિં, તે પછી તિર્યંચ અને નરકના દુઃખે દેખવાથી કેવલી કવલાહાર નથી કરતા એવી માન્યતા જાહેર કરવી તે કેવલ જુઠી છે. એટલું નહિ પણ કેવલીમહારાજાઓને પણ કલંક દેનારી છે.
વળી દિગમ્બરભાઈએ આહાર-સંજ્ઞાને અસાતાના ઉદયરૂપે ગણીને કાવલિક-આહારને નિષેધ કરે છે, તે તેમાં પણ તેઓએ વિચારવું જોઈએ કે આહાર સંજ્ઞાથી અશાતા વધી જાય કે જગતના જીવને દુઃખી જોઈને કેવલીમહારાજા પણ દુઃખી થઈ જાય અને તેથી આહારના લાભને અન્તરાય સર્વથા ગુટેલે છતાં અને આહારના