________________
આગમત તરીકે ગણાતે એ ધર્મ તે નાસ્તિક દર્શનકારે સ્વપ્નમાં પણ અને ભૂલે ચૂકે પણ કબુલ કરી શકે નહિં.
એટલે સાચી હકીકત તે એ છે કે નાસ્તિક દર્શનકાર શિવાયના સર્વ દર્શનકારો એટલે સર્વ આસ્તિક દર્શનકારે જ ધર્મને વાસ્તવિક રીતિએ માનનારા ગણાય
એવી રીતે સર્વ આસ્તિક દર્શનકારે ધર્મને માનવાવાળા છતાં કેટલાક આસ્તિક દર્શનકારે પિતપતાના દર્શનશાસ્ત્રો દ્વારા કરાયેલા વિધાન અને કરાયેલા નિષેધને આદરવા અને છેડવામાં ધર્મ જણાવનારા છે. અને તેથી તેવા દર્શનકારેના કહેલા ધર્મની પરીક્ષા કરતી વખતે પહેલાં જ તેમના શાસ્ત્રના યુક્તાયુક્તપણની પરીક્ષા કરવાની જરૂર રહે છે. અને તે પરીક્ષા થયા પછી ધર્મની સત્યતા અને અસત્યતાને નિશ્ચય કરી શકાય છે. અને તે શાસ્ત્રની યુક્તાયુક્તની પરીક્ષા કરવા માટે પણ તેના શાસને અંગે સર્વ કથિતપણું, હિતેપદેશકપણું અને મહાજનસ્વીકૃતપણું જેવાની જરૂર ઉભી થાય છે. અર્થાત્ જ્યાં આ ત્રણ વસ્તુઓ હેય તે જ શાસ્ત્રને વિચક્ષણે સમ્યફ શાસ્ત્રતરીકે કહી શકે છે. તે ત્રણ વસ્તુ જેમાં ન હોય એવા કોઈપણ વિદ્યમાન શાસ્ત્રને વિવેકી પુરૂષે શુદ્ધ-શાસ્ત્ર તરીકે કે સત્શાસ્ત્ર તરીકે ગણી શકે નહિં, અર્થાત્ ધર્મની પરીક્ષા માટે શાસ્ત્રની પરીક્ષો કરવી પડે, અને શાશની પરીક્ષા માટે તેના વકતાની પરીક્ષા કરવી પડે.
આમ છતાં પણ કેટલીક વખતે કેટલાક શાસ્ત્રકારે પરીક્ષાને માટે ધર્મની વ્યાખ્યા કરતાં ધર્મના મૂલને જણાવે છે, તેમાં જૈનદર્શન શિવાયના દર્શનકારે ધર્મના મૂલ તરીકે લક્ષણને જણાવતાં શૌચવાદને આગળ કરે છે. અને તેથી તેઓ “શૌચમૂલ ધર્મ છે” એમ નિરૂપણ કરવા તૈયાર થાય છે.
પરતુ જેનદર્શનકારો જૈનધર્મની પરીક્ષાને માટે તે નિરૂપણ કરનાર શાસ્ત્રની સ્વયં પરીક્ષા તથા વક્તા દ્વારા જણાવી ગ્યાયેગ્યપણાને.