________________
પુસ્તક ૩-જું નહિ, વ્યંજન=અક્ષર, અર્થ અને તદુભયને ભેદ તે સર્વ આચાર શ્રતજ્ઞાનને અંગે છે. છતાં તમે તેને જ્ઞાનાચાર કેમ કહે છે ? થતાચાર કેમ કહેતા નથી? કારણ કે “જ્ઞાન” શબ્દથી વ્યવહારમાં મુખ્યતાએ શ્રુત જ લેવાય છે, સ્વરૂપથી જ્ઞાનના મતિજ્ઞાનથી માંડી કેવલજ્ઞાન સુધી પાંચ ભેદ જણાવવામાં આવ્યા છે, પરંતુ આચારની પ્રક્રિયાએ તથા વિધિની અપેક્ષાએ જ્ઞાનને જ કૃતજ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન એ જ અર્થ સર્વત્ર સમર્થ છે.
શાસશબ્દ અનેક પ્રયોગમાં વપરાય છે, ચેરી, જુગાર આદિના કાયદાઓના ગ્રંથને શાસ્ત્ર કહેવામાં આવે છે. મતમતાંતરના ગ્રંથ પણ શાસ્ત્ર કહેવાય છે. તેમાં પણ કાયદા એટલે નિયમન તે હોય જ! જૈનદર્શન પણ શાસ્ત્ર વગરનું ન હોય. જૈનશાસનમાં જે જે શાસ્ત્ર છે, તે તે શાસ્ત્રોના જ્ઞાનને અંગે વિચાર કરવામાં આવે છે.
નાની ઉંમરને છેક નામું વાંચે, વંચાવે, કેના રૂપીઆ જમા? કોના ઉધાર? બધું વાંચી શકે, પણ કઈ આસામી સારી? કઈ આસામી નરસી? લાભ? શું તેટો? તે બધું તે સમજી શકો નથીઃ તેવી રીતે શીવાનીવા પુvo એ ગાથાઓ બોલે છે બધા, પણ બાલકની જેમ બેલાય ત્યાં સુધી સાર્થક નથી.
જીવ ચેતનવાળે જાણે, પણ શ્રીજિનેશ્વરદેવે કહ્યા મુજબ કેવલજ્ઞાનવાળે જાણ જોઈએ. જીવને સ્વભાવ કેવલજ્ઞાન છે એમ ન જાણે તે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે કયાંથી? અને પ્રયત્ન વિના પ્રાપ્તિ થાયજ કયાંથી? કેવલજ્ઞાન પિતાને સ્વભાવ છે એમ જ જાણે તે કયા કારણે તે પ્રાપ્ત નથી થતું? તે વિચારે, પછી કેવલજ્ઞાનને રોકવાવાળા કમેનેજ રેવા પ્રયત્ન કરે અને વળગેલાં કમેને તેડવા પ્રયત્ન કરે, તે કેવલજ્ઞાન મેળવી શકે. દીવે છે પણ દવે ગેખલામાં મૂકીને બારણું બંધ કરવામાં આવે તે છતે–દીવે પણ અજુવાળું આવે કયાંથી?