________________
આગમત
આ વસ્તુ જણાવવા માટે ભાગ્યકાર મહાજાએ પરિણામધ્યવસાય-થાનાતાળ એમ પદ આપ્યું છે. અને ટીકાકાર જે પરિણામેન અથવાય-સ્થાનત્તરાશિ એ સ્પષ્ટ અર્થ કર્યો છે. અર્થાત્ અધ્યવસાયનું જે સ્થાનાન્તર થાય છે, તે પરિણામ વડે થાય છે. પરંતુ નિમ્લનિરન્વય થવા દ્વારા અધ્યવસાયનું સ્થાનાંતર (પરિવર્તન) થતું નથી. આત્મામાં પ્રથમ જે અધ્યવસાય હતે, તે અધ્યવસાયના સંસ્કારવાળે આત્મા અન્ય-અધ્યવસાયમાં દાખલ થાય છે, એમ માનવાનું છે. પરંતુ એ પ્રથમના અધ્યવસાયને સદંતર નાશ માનવાને નથી.
નિરન્વય-નિર્દૂલ વિચ્છેદમાં પણ જે કાર્યને સદ્ભાવ હોય અગર માનવામાં આવે તે તત્વથી અસ૬ વસ્તુ પણ સત્ થઈ જશે. વળી સર્વથા અસત્ વસ્તુમાં વસ્તુના જ અસપણાને અંગે અમુક શક્તિને નિયમ પણ નહિ રાખી શકાય, દષ્ટાંત તરીકે યવમાં સર્વથા જે વાંકુરની શક્તિ વિનષ્ટ થઈ હોય તે પછી તે યવમાંથી વાંકુર જ થવો જોઈએ એવો નિયમ નહીં રહે. ધૂમાંકુર થઈ શકશે. કારણકે અસત્ વસ્તુમાંથી અન્ય કાર્ય થવા સાથે કાર્યને અભાવ પણ માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે. એટલે યવમાંથી સર્વથા યવની શક્તિ વિનષ્ટ થઈ ગયા બાદ જેમ તેમાંથી ગધુમાંકુરરૂપ અન્ય કાર્ય થવાનો સંભવ છે, તે પ્રમાણે વાંકુર ન થવાને પણ તેટલે જ સંભવ છે. માટે અહીં નિરન્વય-વિચછેદ માનવાને નથી, પરંતુ પરિણામ દ્વારા વિચ્છેદ માનવાને છે અર્થાત્ સર્વથા વિચ્છેદ થતું નથી, પરંતુ પૂર્વ અધ્યવસાયના સંસ્કારોથી યુક્ત અદ્યતન અધ્યવસાયમાં દાખલ થાય છે. ઈત્યાદિ બુદ્ધિપૂર્વક વિચારવું.
અન્ય અન્ય અધ્યવસાયે જીવ પ્રાપ્ત કરે છે, તે અધ્યવસાયમાં અહિં સિદ્ધાંતમાં કહેલા અનુકંપા, બાલતપ, અકામનિર્જરા આદિગર્ભિત લેવાના છે. પણ મન્દ, મધ્યમ અને તીવ્ર એમ ત્રણ પ્રકારના હેવા સાથે પરંપરાએ સમ્પલના કારણભૂત બોધસ્વરૂપ લેવાના છે. આવા