________________
૨૭
પુસ્તક ૨–જું હતું કે નિર્જરાના સ્થાને ઉદીરણા રાખવાની જરૂર હતી, કારણકે ઉદયને અપ્રાપ્ત-કાળવાળા દલિકે ઉદીરણાથી પણ ઉદયમાં આવી શકે છે. આમ છતાં નિર્જરને કેમ કર્મ–ફળની અપેક્ષામાં દાખલ કરી!
તે તે બાબત સમજવું કે કેઈપણ કાર્ય-સિદ્ધિમાં પ્રતિબંધકાભાવ પણ કારણ છે. નિર્જરા એ કર્મના ફળમાં પ્રતિબંધક છે. કારણકે નિર્જરા થઈ એટલે ફળ સમાપ્ત થયું અને જ્યાં સુધી નિર્જરા ન થઈ હોય ત્યાં સુધી ફળને સંભવ રહે છે. આ અપેક્ષાએ પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પણ કર્મના ફળમાં અપેક્ષિત છે. પિતે કરેલા કર્મોના ફળને બંધ, નિકાચના, ઉદય અને નિર્જરાની અપેક્ષાએ ભગવતા એવા જીવને આગળ કહેવાતા ક્રમ પ્રમાણે સમ્યમ્ દર્શન થાય.
હવે તે કર્મોના ફળને ક્યાં અનુભવે! તે માટે આપેલા ભાષ્યકારના ર -
તિનિ -મનુષ્ય-મમવપ્રફળપુ એ પદની વ્યાખ્યા કરે છે. નરક અને તિર્યાનું જે ઉત્પત્તિ સ્થાન જે બીજા અધ્યાયમાં કહેવાશે, તે તેમજ મનુષ્ય અને દેવે જ્યાં ઉત્પન્ન થાય છે, ગ્રહણ એટલે શરીર વિગેરેનું બનાવવું, અર્થાત્ જે નારક તિર્યચ, મનુષ્ય અને દેવેના ભામાં શરીરાદિનું ગ્રહણ વિગેરે થાય છે તે અનાદિ સંસાર સ્વરૂપ જુદા જુદા ભવમાં સ્વકૃત કર્મના ફળને ભેગવનારે એ આ જીવ અહીં લેવાને છે
હવે ફળને કેવી રીતે ભેગવે? શું એક સરખું ભેગવે? કે ભિન્ન-ભિન્ન પ્રકારે ભગવે? તે તે માટે જ ભાષ્યકારે વિવિધ go – વાઘજીમનુમવત: એ પદ આપ્યું છે, એટલે સાતવેદનીય, સમ્યકત્વાદિ અનેક પ્રકારે રહેલું જે પુણ્ય કર્મ અને જ્ઞાનાવરણીયાદિ ભિન્ન ભિન્ન પ્રકારનું જે પાપ કર્મ, તે વિવિધ પ્રકારના પુણ્ય તથા પાપ કર્મના સ્વ-રસ વિકારરૂપ ફળને ભેગવનારે જીવ અહિં ગ્રહણ કરવાને છે.
પુણ્ય એટલે આત્માને ઉપકારક સાતવેદનીય વિગેરે, અને પાપ એટલે આત્માના જ્ઞાનાદિ ગુણનું ઘાતકઅહિં સમ્યકત્વ, પુરૂષ