________________
પુસ્તક રજું
ર૫ તે જ પ્રમાણે સર્વ કર્મ અમુક વખતે કરાએલું હોવા છતાં પણ તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ જ છે. કૃતકપણાનું વર્તમાનપણની સાથે સાદશ્ય હોવાથી દષ્ટાંત અને દાર્જીનિક બંનેની યેજના બરાબર બંધબેસતી છે. આ કર્મના અનાદિપણું માટે હજુ ઘણી ચર્ચા થઈ શકે તેમ છે, પરંતુ ગ્રંથ-વિસ્તરાદિ ભયને અંગે એ સંક્ષેપી લેવાય છે.
સ્વતરંa એ પદ વડે કર્મ સહિત આત્મા હોય તે જ કર્મને કરનાર છે એ જણાવે છે.
કદાચ એમ શંકા થાય કે આ આત્મા સ્વતંત્ર હવા છતાં કેમ પિતાના અહિતમાં જ પ્રવૃત્તિ કરે છે? તે તે માટે એ સમાધાન છે કે વ્યાધિથી મુંઝાએલે માણસ અહિતકારી અપથ્ય છે, એમ જાણવા છતાં અપથ્યમાં પ્રવૃત્તિ કરે છે, તે જ પ્રમાણે કર્મથી મુંઝાએલે આત્મા અ–હિત કરનાર કર્મના બંધમાં પ્રવૃત્ત થાય છે.
એકાન્ત સ્વતંત્ર છતાં તે કર્મથી કેમ મુંઝાય? એ પ્રશ્ન પણ કરવાની જરૂર નથી. કારણ કે એકાંત-સ્વાતંત્ર્ય કે એકલે આત્મા કર્મને કર્તા છે, એવું અમે સ્વીકારતા જ નથી. કર્મ સહિત હોય તે જ કર્મ– ને કતાં છે, જે અમે પ્રથમ પણ જણાવી ગયા છીએ, પરંતુ એકાંત સ્વતંત્ર એવા સિદ્ધને કર્મના કર્તા તરીકે માનતા જ નથી. આ પ્રમાણે કર્મના ઉદયથી જ પોતે કરેલા કર્મોના ફળને અનુભવનાર આત્માને આગળ કહેવાતી રીતિએ સમ્યગ દર્શન ઉત્પન્ન થાય છે. સ્વકૃત-કર્મોના ફળ જેની અપેક્ષા રાખવા સાથે ભેગવવા યોગ્ય થાય છે, તે વસ્તુ જણાવે છે. અર્થાત્ કર્મોના ફળ એમને એમ અનુભવમાં નથી આવતાં, પરંતુ બધ, નિકાચના, વેદના અને નિર્જરાની અપેક્ષા રાખીને ઉદયમાં આવે છે. એટલે કે બંધ થયે હેય તે જ તેને ઉદય થાય, નિકાચના થઈ હોય તે જ તે કર્મનું અવશ્ય વેદના હેય, બંધ હોય, નિકાચના થઈ હય, પણ ઉદય-કાળ આવે ત્યારે જ ફળને અનુભવ થાય, એ પ્રમાણે સમજવાનું છે.
આ. ૨-૩