SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક રજુ આંબા ઉપર પાકેલી કેરી જેમ ઘાસ વિગેરેની સામગ્રી સિવાય જ પરિપકવ થયેલી છે, જ્યારે ઘાસમાં નાખેલી કેરી ઘાસની મદદથી પરિપકવ થએલી છે. આ ઉદાહરણથી એમ પણ સમજવાનું નથી કે જે ઘાસની સામગ્રી ન મળે તે કેરીને પરિપાક જેમ મેડ થાય, તેમ પોપદેશાદિ સામગ્રી ન મળે તે અધિગમવાળાને તથાભવ્યત્વને પરિપાક મોડો થાય. જ્ઞાની-ભગવંતની દષ્ટિએ જે વખતે જે સામગ્રીથી તથા ભવ્યત્વને પરિપાક થવાને જેવાએલ હોય અને તેને અંગે તે વ્યક્તિ તરફથી જે જે પુરૂષાર્થ સેવન પણ જોવાએલ હોય, તે બધું તે પ્રમાણે જ થાય છે. જ્ઞાનીની દષ્ટિએ જોવાએલ હોય તેમાં ફારફેર થતું જ નથી, આપણને એ ભાવીનું અજાણપણું હોવાથી પુરૂષાર્થ માટે પ્રયત્ન કરવાનું હોવું જ જોઈએ. નિસર્ગ–પરિણામ-સ્વભાવ, એ ત્રણે અનન્તરેના અર્થ જણાવ્યા આદ હવે ઉપસંહાર કરતાં ભાષ્યકાર જણાવે છે કે - વેરા જે અનિવર્તિકરણરૂપ ભાવ પ્રાપ્તિમાં અન્યને ઉપદેશ નથી, તે “અપપદેશ” કહેવાય. એ પ્રમાણે વ્યવહારથી વિચારીએ તે નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અને અપપદેશ એ ચારે અનન્તર છે, એ નિસર્ગાદિ શબ્દોનું જુદા જુદા અર્થમાં રહેવાપણું નથી, પરંતુ વ્યવહારથી લગભગ એકાઈપણું જ છે, વ્યુત્પત્તિની અપેક્ષાએ જુદા જુદા અર્થો પણ છે. - હવે આ નિસર્ગ સમ્યગદર્શન જેને જે પ્રમાણે પ્રાપ્ત થાય છે તે જણાવવા માટે ભાગ્યકાર મહારાજા જ્ઞાનને થી લઈને ૨-1થાગુજરાત ના નમુપતે ત્યાં સુધીની પંક્તિઓ જણાવે છે.. | કોઈ જ્ઞાનનું દર્શન એ તપુરૂષ સમાસ ને કરે તે માટે ટીકાકાર સ્પષ્ટ કહે છે કે જ્ઞને ૨ રીનં જ્ઞાન–ને એમ હૃદ્ધ સમાસ કરે અર્થાત જ્ઞાન અને દર્શન એમ અર્થ કરે તેમાં જ્ઞાન એટલે વિવા
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy