SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ - પુસ્તક – શું દર્શન થાય છે, માટે અહિં નિસર્ગ પદથી અપૂર્વકરણનત્તર થવાવાળું અનિવૃત્તિ કરણનું ગ્રહણ કરવામાં આવ્યું છે. કારણ કે અનિવૃત્તિ કરણ પછી તત્વ-રૂચિ થાય છે. આ પ્રમાણે નિસર્ગનું કયું સ્થાન હોય? તે જણાવ્યા બાદ ‘નિસર્ગ, પદની વ્યુત્પત્તિ દ્વારા ઉપરના અર્થને વધુ પુષ્ટિ આપવામાં આવે છે. 'निसृज्यते-त्यज्यते तत्त्वरुच्यारख्यकार्यनिर्वृत्तौ सत्यामिति निप्तर्गः તત્વ રૂચિ નામનું કાર્ય થયે જેને ત્યાગ કરાય છે, તેનું નામ નિસર્ગ, સમ્યગ્રદર્શન ઉત્પન્ન થયે અનિવૃત્તિ કરણને ત્યાગ થાય છે! ' અર્થાત જ્યાં સુધી જીવ અનિવૃત્તિ-કરણમાં હોય છે, ત્યાં સુધી એટલે અનિવૃત્તિના છેલ્લા સમય સુધી મિથ્યાત્વ–મેહનીને ઉદય છે, પરંતુ તે અનિવૃત્તિ-કરણને ત્યાગ થાય=અનિવૃત્તિકરણ કાલ પૂર્ણ થાય, એટલે તુર્તજ તત્વરૂચિ સ્વરૂપ સમ્ય દર્શનની ઉત્પત્તિ થાય છે, કારણ કે હવે અનિવૃત્તિ કરણની જરૂર નથી, કારણનું જ કાર્યરૂપે પરિણમાન્તર થતાં કારણને અનિવૃત્તિકરણરૂપ સમ્ય દર્શનના કારણને ત્યાગ થાય છે, અર્થાત્ નિસગવસ્થામાં આત્મા જે અનિવૃત્તિ કરણ કરતે હતું, તે જ આત્મા હવે તત્ત્વચિરૂપ સમ્યગુદર્શનમય બને છે, એટલે કારણનું કાર્યરૂપે પરિણામન્તર થયું, તેમ નથી એ જ બાબત જણાવવા માટે નિસર્ગ પદને અનર્થાન્તર પરિણામ જણાવે છે. પરિણમવું એ અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે પરિણામ! અનિવૃત્તિ કરણવાળ જીવ કાંઈક અનિવૃત્તિના ત્યાગ કરવા રૂપ તત્વચિરૂપ સમ્યગ્ દર્શનના પરિણામવાળે થાય છે, માટે તે પરિણુમ કહેવાય છે. હવે પરિણામમાં પ્રગ-પરિણામ અને વિશ્રસા-પરિણામ એવા બે પ્રકાર છે, ઘટ પટાદિ-પદાર્થો પ્રગ પરિણામવાળા છે અને વાદળાં, ઈન્દ્ર ધનુષ્યાદિ વિસસા-પરિણામવાળા છે.
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy