________________
પુસ્તક ૧-લું ન સમજતાં પરમ-કરણીયતા સમજશે. એમાં કાંઈ પણ નવાઈ નથી, એવી રીતે આગમની સર્વોત્કૃષ્ટતા જાણવાવાળે મનુષ્ય મૂતિ અને મન્દિરની માફક આગમની તરફ પણ મીટ માંડીને દષ્ટિ રાખ્યા જ કરશે તે સ્વાભાવિક છે.
વળી ભગવાન જિનેશ્વર મહારાજની મૂતિ અને તેમના મંદિરને અંગે ભવ્યજીએ જે પણ આત્માના કલ્યાણને માટે પ્રવૃત્તિ કરવાની છે, તે બધી ભગવાન્ જિનેશ્વર મહારાજના આગમને અનુસરીને જ જે કરવાની હોય તે તે આત્માનું યથાર્થ કલ્યાણ કરી શકે, પરંતુ જે ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિ અને તેમના મંદિરને અંગે હોવાથી ભગવાન જિનેશ્વરમહારાજને ઉદ્દેશીને હોય, પરંતુ જે તે આગમના વચનેથી વિરૂદ્ધ કે બાધિત હોય તે તે પ્રવૃત્તિ મુમુક્ષુજીએ કઈ પણ પ્રકારે આદરવાની નથી, એટલું જ નહિ, પરંતુ તે ચલાવી લેવા જેવી પણ નથી. સ્વ-કલિપત પ્રવૃત્તિ સંસાર-વૃદ્ધિનું કારણ બને છે.
આટલા જ માટે ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કેસમરૂાવિત્તી લવા, કાળાત્તિ મવઝા જેવા नित्थयरुद्देसेणवि ण तत्तओ सा तदुद्देमा ॥
અર્થા–સિદ્ધાંતના વચનેથી નિરપેક્ષપણે માત્ર પોતાની બુદ્ધિથી જે કઈ પ્રવૃત્તિ કરવામાં આવે તે પ્રવૃત્તિઓ ભગવાન જિનેશ્વર મહારાજની આજ્ઞાથી વિરૂદ્ધ અને બાહ્ય છે, માટે તે પ્રવૃત્તિઓનું ફલ સંસારની વૃદ્ધિમાં જ આવે છે.
કદાચ કહેવામાં આવે કે અમે જે આ પિતાની બુદ્ધિથી પણ પ્રવૃત્તિ કરીએ છીએ તે વિષય-કષાય-કુટુંબકબીલા અને ધનધાન્યની પ્રાપ્તિ માટે કે તેના ટકાવ માટે અગર તેની વૃદ્ધિ માટે નથી કરતા, પરંતુ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની ભક્તિ માટે કરીએ છીએ, એટલે ભગવાન જિનેશ્વરમહારાજને ઉદ્દેસીને આ સ્વમતિથી પણ