________________
આગમળેટ અર્થી-આત્માનું હિત કરવાની જેને ઈચ્છા હોય તે પુરૂષ જે આગમને આદર કર્યો એટલે આગમવચનને પ્રમાણભૂત માન્યા અને આગમવચનમાં કહ્યા પ્રમાણે વર્તવામાંજ આત્માનું કલ્યાણ છે તથા આગમથી વિરૂદ્ધ વર્તનારાઓનાં દાન-શીલ-તપ-અને ભાવ, વૈરાગ્ય-ચારિત્ર તપસ્યા-વિનય–વૈયાવચ્ચ-ધ્યાન-સમાધિ વિગેરે ધર્મ કાર્યો આત્માની ઉન્નતિના અંશે પણ સાધન બની શકતાં નથી, એટલું જ નહિ, પરંતુ તે આગમની વિરાધના કરનારાઓને અનાદિ-અનંત સંસાર-કંતારમાં ભટકવું પડે છે, એમ ધારી આગમના માર્ગે જવાની અભિલાષા રાખીને આગમના માર્ગને આદરવાવાળા મહાપુરૂષને અત્યંત સત્કાર-સન્માન–ભક્તિ-વિનય-વૈયાવચ્ચ, આદિ કરવા દ્વારા આગમને જેણે આદર કર્યો તે પુરૂષે તીર્થંકર મહારાજ કે જેઓ શાસનના માલિક અને મોક્ષમાર્ગના શરૂથી ઉપદેશક છે તેઓને. આદર કરેલ સમાજ,
આ રીતે ગુરૂમહારાજ કે જેઓ ભગવાન જિનેશ્વરમહારાજાઓના વચનને આધારે મહાવ્રતાદિધર્મ દ્વારા મેક્ષ પ્રાપ્ત કરવા કટિબદ્ધ થયેલા છે અને ભવ્યજીને સંસારસમુદ્રથી તારવા માટે અહર્નિશ શ્રમણધર્માદિને ઉપદેશ કરી ભવઅટવીથી પાર પમાડવા તૈયાર થયા છે, તેવા ગુરૂમહારાજાઓને પણ તેવા આગમને આદરના અંગીકાર કરેલ છે.
વળી દુર્ગતિથી બચાવવાવાળે અને મોક્ષસુધીની સદ્ગતિની પ્રાપ્તિ કરાવવાવાળે જે ભગવાન જિનેશ્વર મહારાજે દુર્લભ એવે ધર્મ અકલંકપણે નિરૂપણ કરે છે, તેવા ધર્મને આદર પણ તે. આગમને આદરવાવાળાએ એટલે આગમની આરાધનામાં મચ્છલા બનેલાએ કરેલું છે એમ સમજવું. પ્રવૃત્તિ આગમાનુસાર હેવી જોઈએ.
આ હકીકત જાણનારે મનુષ્ય ભગવાન જિનેશ્વરની મૂર્તિ અને તેમના ચૈત્યની સેવા કરતાં આગમના આદરની અશે પણ ન્યૂનતા.