________________
આગમત વળી તીર્થચે, અ-નિશ્રાકૃત અને ભક્તિચૈત્યે નિશંકપણે ગ્રામચૈત્ય કરતાં સ્થિર આરાધનાનું કારણ બને છે, અને તેથી પોતાની લક્ષ્મીને સદુપયેગ કરવાની ઈચ્છાવાળે ધર્મપરાયણ પુરૂષ યાત્રિકગણુને નેતા બની તે અને પિતાની સાથે આવનાર સર્વ યાત્રિકસમુદાયને તીર્થચેના દર્શનાદિ દ્વારાએ નિશંકપણે મોટા લાભને લેવાવાળે થવા સાથે લેવડાવવા ભાગ્યશાળી થાય.
ધ્યાન રાખવું કે ઈદ્રાદિ દેવગણે ભગવાન જિનેશ્વરમહારાજના જન્માદિ-કલ્યાણકોને મહિમા મેએ કરીને તરત સીધા દેવલોકમાં જતા નથી અને તે દેવલેકના પિતાની સત્તામાં રહેલા મંદિરમાં અઠાઈ–મહેચ્છવ કરતા નથી, પરંતુ શ્રીનન્દીશ્વરદ્વીપ જેવા તીર્થ સ્થાનમાં જઈને તીર્થચૈત્યોમાં અઠ્ઠાઈમહેચ્છવ કરે છે. એટલે ભવ્યાત્માઓએ ચિત્યની વિશિષ્ટતા માન્યા છતાં પણ તીર્થચેત્યેની અધિક્તા અવશ્ય માનવી જોઈએ, અને જે તેવી માન્યતા શાસ્ત્રને અનુસરનારી થાય, તે દરેક ભવ્યાત્મા ચિત્યક્ષેત્રની અને વિશેષ કરીને તીથી ચૈત્યેની આરાધના કરવા કટિબદ્ધ થાય અને તેથી સંઘયાત્રાની અત્યંત ઉપયોગિતા ગણે એ સ્વાભાવિક છે. શ્રીતીર્થંકરભગવંતેને પ્રભાવ કે?
ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિ અને તેનાં ચ શાસ્ત્રની રીતિને યથાસ્થિત રીતે સમજવાવાળાઓને મુખ્યતાએ યથાસ્થિત ઉપકાર કરી શકે છે, તેમાં તે બે મત છે નહિ, પરંતુ જેઓ ભદ્રિક-સ્થિતિના અને અ૫-બુદ્ધિવાળા હોય અને તેથી તેઓને ભગવાન જિનેશ્વરમહારાજની યથાસ્થિત-પપકારિપણની દશા, મેક્ષને માર્ગ વહેવડાવનાર, મહાપુરૂષોના-આધાર,ઇ-નરેન્દ્ર વિગેરેને અતિશયાદિદ્વારાએ પણ પૂજ્ય, એવા તીર્થકર ભગવાન દરેક હિતની કામના વાળા મનુષ્યને સર્વથા પ્રકારે દર્શન કરવા લાયક–સેવા લાયક-પૂજાલાયક અને ધ્યાન કરવા લાયક છે, એ વિગેરે હકીકત ધ્યાનમાં ન આવે તેમાં આશ્ચર્ય નથી.