________________
પુસ્તક ૧-લું ત્રિલોકનાથ તીર્થંકર-ભગવાનની સેવા-પૂજામાં વધારે હોય છે અને તીર્થયાત્રામાં મુખ્ય ધ્યેય પણ ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજા -ચાત્રાની દિન-પ્રતિદિન પ્રવૃત્તિ વધારે થાય તે હોય છે. પ્રાસંગિક સૂચન
વાચક–મહાશયે ધ્યાન રાખવું કે આટલું લખાણ લખવાની એટલી જ જરૂર પડી છે કે ભવ્ય સંઘયાત્રા જેવા અને તીર્થ યાત્રા જેવા કાર્યની અનુમોદનામાં શિથિલ ન બને અગર તેનાથી બહિષ્કૃત ન થાય, માટે તેવાઓને બચાવ કરવાનું અનિવાર્ય ગણ્યું છે.
આ સ્થાને વ્યાખ્યાનની હકીક્ત એટલાજ માટે લખવી જરૂરી ગણી છે કે ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમારૂપી અને તેઓશ્રીના મન્દિરરૂપી બે ક્ષેત્રના નિરૂપણ પછી જિનેશ્વરમહારાજના આગમરૂપી ત્રીજા ક્ષેત્રનું નિરૂપણ કરતાં જે કંઈ આગમની મહત્તાને માટે અને તેના શ્રવણની પરમ ઉત્તમતાને માટે જણાવવામાં આવે તેને ઉપયોગ યાત્રિકગણ અને તેના નેતાઓને દૂષિત કરવામાં કેઈન કરી લે.
જો કે શાસ્ત્રોમાં નિશ્રાકૃત, અ-નિશ્રાકૃત, ભક્તિચિત્ય, મંગલત્ય અને સાધર્મિકચૈત્ય એવી રીતે પાંચ પ્રકારનાં ચૈત્ય જણાવેલાં છે, પરંતુ શાસ્ત્રકારોએ ગ્રામમાં જ નિશ્રાકૃત અને અ–નિશ્રાકૃત એવા ભેદ રાખી શ્રી અષ્ટાપદજી આદિ તીર્થ સ્થાનમાં માત્ર ભક્તિચિત્ય અને અ-નિશ્રાકૃતચિનું સ્થાન જણાવેલ છે. એટલે ગ્રામના ચૈત્યમાં કદાચ મઠવાસી અને પાસત્યાદિની નિશ્રાવાળાં એવાં નિશ્રાકૃત ચૈત્યે હોય, જેથી ભવ્ય-આત્માઓને ગ્રામચૈત્યે તેવા લાભદાયક ન પણ લાગે, અને ગ્રામચૈત્યમાં નિશ્રા કરનાર પાસસ્થાદિકને ઉચિતતાની ખાતર નમસ્કાર કરવો પડે, તેથી તે દ્વારા શુદ્ધ આત્માઓને સંકેચ રહે.
યાદ રાખવું કે શ્રીદેવેન્દ્રસુરિજી મહારાજ સરખા શાસનધુરંધરે નિશ્રાકૃતચૈત્યમાં પાસસ્થાદિકેને ઉચિતપણે નમસ્કારાદિ કરવાનું સ્પષ્ટપણે જણાવે છે,