________________
આગમત તીર્થસેવા એ સમ્યક્ત્વનું છેલ્લામાં છેલ્લું ભૂષણ છે, એમ પણ સ્પષ્ટ કરેલું છે
તીર્થયાત્રાને માટે નિકળનાર મનુષ્ય ગૃહસ્થપણને અનુબંધ એટલે દુઃખની પરંપરાને દેનારી આરંભની પરંપરા જેનાથી થાય એવા અનુબંધરૂપી અસદારંભથી નિવૃત્તિ પામે છે, અને તે પણ નિવૃત્તિ સામાયિક-પૌષધાદિકને અંગે જ્યારે ઘણું ટુંક મુદતની જ હોય છે, ત્યારે આ તીર્થયાત્રાને અંગે થતી અસદારંભની નિવૃત્તિ ઘણી લાંબી મુદતની હોય છે.
આ વાતને નહિ સમજનારા અને ધ્યાનમાં નહિ લેનારા મનુધ્વજ માત્ર તીર્થયાત્રા કરવા માટે રેલ વિગેરેના વાહનની થયેલી સગવડને અભિનંદન આપી શકે, પરંતુ જેઓ અનુબંધ-હિંસાના કટુ-ફને સમજે છે, તથા કૃષિ-પશુપાલકપણું-વેપાર અને રોજગાર વિગેરેમાં થતા આરંભે આત્માને અત્યંત-કટુક ફલને દેવાવાળા=પાપને બંધાવનારા છે, એ વસ્તુ જે સમ્યગ્દષ્ટિ સુજ્ઞ-મનુષ્યના હૃદયમાં આવેલી હોય છે તે મનુષ્ય સ્વપ્ન પણ રેલ્વે વિગેરે સાધનથી થતી ટુંકી મુદતની યાત્રાને અનુદે કે પ્રશંસે નહિ જ. છરી પાળતે સંઘ અનુમોદનીય હેઈ શકે
યાદ રાખવું કે ચક્રવતી ભરત મહારાજા પાસે ચર્મરત્નનું સાધન હતું, અને તેમાં બેસાડવા દ્વારા આખા સંઘને તે જલદીથી તીર્થયાત્રા કરાવી શકત, વળી ચકવતીઓના તાબામાં હજારે દેવતાઓ હોવાથી તે દેવતાઓ દ્વારા વિમાનની વિદુર્વણુ કરાવીને યાત્રા કરાવી શક્ત, પણ ચક્રવર્તી એ ચર્મરત્નદ્વારા કેદેવતાદ્વારા વિમાન કરીને સંઘને યાત્રા કરાવી નથી, પરંતુ મુખ્યતાએ છરી પાળવાની સાથે યાત્રાએ કરાવી છે, તે વિચારનારે મનુષ્ય વર્તમાનકાળમાં નિકળતા રેલવેના સંઘને કઈ પણ પ્રકારે અભિનંદન આપી શકે તેમ નથી.
બીજી વાત અહીં વિચારવા જેવી છે કે આજે સંઘયાત્રામાં કયારેક સંજોગવશ વ્યાખ્યાનાદિને લાભ યાત્રિકે ન લઈ શકે