________________
પુસ્તક ૧-લું તે લાભ પોતાના તરફથી અન્ય ભવ્ય-જીને નિર્વિધનપણે મળે એવી ધારણા કરનારે ભાગ્યશાળી પુરૂષ યાત્રિક-ગણને નેતા બને અને તેવા અપૂર્વ—તીર્થ અને તીર્થચેના લાભને માટે સકળ-સંઘના સમુદાયને સાથે લઈ ધર્મ-પરાયણતામાં આત્માને ઓતપ્રેત કરે તેમાં આશ્ચર્ય શું? સ્વ અને પરના લાભ માટે યાત્રીગણને નેતા શું કરે?
યાદ રાખવું કે જિન-દર્શન આદિ કાર્યમાં પ્રવર્તવાવાળા મહાનુભાવે કઈ પણ દિવસ સમુદાયથી કંટાળવાવાળા હોતા નથી.
શું અંસખ્યાત દેવતાઓ મેરૂ પર્વત ઉપર આવે તેથી ભગવાન જિનેશ્વર-મહારાજના જન્માભિષેકને મહિમા ઈન્દ્ર-મહારાજાઓ એ છે ગણે ખરા?
શું લાગે મનુષ્ય ભગવાન જિનેશ્વર-મહારાજની દેશના વિગેરેમાં આવે તેથી યોગી–મહાત્માઓ દેશનાના લાભથી વંચિત રહે ખરા!
ખરી રીતે તે જે વસ્તુ સ્વ અને પારને લાભદાયી છે. તેમાં પિતાના આત્માનું પ્રવર્તન થાય તે જેમ શ્રેયસ્કર માનવાનું છે. તેમ અન્ય આત્માઓ પણ તે તે પવિત્ર કાર્યો તરફ જોડાય તે ખરેખર લાભદાયી છે, એમ વિવેકી-પુરૂષએ તે માનવું જ જોઈએ.
આ કારણથી વિવેકી પુણ્યાત્મા અન્ય-જીના અને પિતાના આત્માના ઉદ્ધાર માટે યાત્રિક-ગણને નેતા બની સંઘને લાભ લેનારે થાય તેમાં કઈ જાતનું આશ્ચર્ય નથી!!! તીર્થસેવા સમ્યકત્વનું ભૂષણ છે.
વાંચકોએ યાન રાખવાની જરૂર છે કે પૂર્વાચાર્યોએ શ્રાવકના કૃત્યોને જણાવતાં રથયાત્રાની સાથે વિશકત્તા ચ એમ કહીને તીર્થ યાત્રાની પણ શ્રાવક-જન્મની સફળતાને માટે આવશ્યકતા જણાવેલી છે.
વળી ધર્મના મૂળરૂપ એવા સમ્યક્ત્વના ભૂષણમાં પણ તીર્થસેવાને મહર્ષિઓએ જણાવેલ છે.