________________
આગમત
જુદી રીતે ગમન કરવાવાળા માનવામાં આવેલા છતાં પણ સર્વ ક્ષેત્રમાં સર્વ વર્ષોમાં સરખી રીતે તે તે ક્ષેત્રને અંગે આવતા તે તે પ્રવાહનું નિયમિત ગમન નથી હોતું, તે હકીક્ત વિચક્ષણની નજર બહાર નથી, પણ પૂર્વભવમાં જેઓએ પુણ્ય ઉપાર્જન કરેલું હોય તે જીવોના પ્રમાણમાં જ વરસાદનું વરસવું થાય છે. અને તેથી વરસાદ તે પૃથ્વીને તે પ્રમાણમાં જ નવપલ્લવિત કરે છે. કે જેમાં જેટલા પુણ્યવાળા જેટલા પ્રાણીઓ રહેતા હોય.
સર્વકાળે, સર્વ ક્ષેત્રમાં એક સરખે સમુદ્રને પ્રવાહ અને વૃષ્ટિને પ્રવાહ રહ્યું નથી અને રહેતે નથી એ વાત ભૌગોલિક વિદ્વાની ધ્યાન બહાર નથી.
જુદે જુદે કાળે, જુદા જુદા ક્ષેત્રમાં, પ્રકર્ષ, મધ્યમ અને જઘન્ય પુણ્યવાળા પ્રાણીઓ વસે, જન્મ, તેમજ પ્રકર્ષ, મધ્યમ અને જઘન્ય પાપવાળા પણ વસે અને જન્મ અને તેથી વૃષ્ટિ-પ્રવાહનું અનિયમિત પણું થાય-એ હકીક્ત વિચારતાં પુણ્ય (ધર્મ) ને વરસાદના મુખ્ય કારણ તરીકે માને તે સ્વાભાવિક છે.
જો કે કેટલાકે પૃથ્વી પર વસવાવાળા જીના જીવનની રક્ષા માટે વરસાદની જરૂરીઆત માને છે, પણ તે વરસાદની સ્થિતિને યજ્ઞ અને સૂર્ય દ્વારા અવલબેલી રાખી યજ્ઞની સિદ્ધિ કરવાના દુરાગ્રહને પિષવા મથે છે,
પણ આર્યાવર્ત કે જ્યાં સરખી રીતે યજ્ઞને સંભવ હોય છે, ત્યાં પણ દરેક વર્ષોમાં સરખી રીતે વરસાદને સભાવ હોતું નથી અને અનાર્ય ક્ષેત્રે અને દરિયા વિગેરે જલના સ્થાનમાં કોઈપણ યજ્ઞ વિગેરે કરતું નથી, છતાં તે અનાર્ય ક્ષેત્ર અને જસ્થાનમાં વરસાદ નથી વરસતે એમ નથી. માટે વરસાદના કારણ તરીકે દુરાગ્રહ તરીકે યજ્ઞકિયાને ન ગોઠવતાં તે તે જીના પૂર્વભવના પુને સર્વવ્યાપક હેવાથી માનવાં વ્યાજબી છે.