________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
'કમી
વીર નિ. સં.
धर्मः सर्वकामिनप्रदः વર્ષ ૧૨ ૫૦૪
ધર્મના સ્વરૂપનું વિ. સં.
પુસ્તક ફળમુખી વિવેચન ૨૦૩૪ છે
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય મહારાજશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ તકેવલી સમાન શ્રીમાન ધર્મષસૂરિજી દ્વારા ધર્મનું બાલ, મધ્યમ અને બુધ અને લાયકનું સ્વરૂપ બતાવી જન્મ આપી, પિષણ કરી બાલકને ઉછેરનાર માતા વિગેરે સગા-સંબંધીઓના લૌકિક-રૂપકથી ધર્મની શ્રેષ્ઠતા જણાવી, લેકમાં ગણાતી રાજા, મહારાજા અને દેવ-દેવેન્દ્ર આદિની પદવીરૂપ ફળના કારણપણે ધર્મને વર્ણવી ધર્મની મહત્તા જણાવેલી છે.
આ ધર્મના વર્ણનમાં ધર્મ શબ્દની વ્યુત્પત્તિ જણાવેલ નહી હોવાથી હવે ધર્મ શબ્દની વ્યુત્પત્તિનું વર્ણન વિચારાય છે.
ધર્મ શબ્દ ધ્રુ ધાતુ ઉપરથી ઉણદિને મ પ્રત્યય લાવીને બનાવવામાં આવેલ છે. અને છૂ ધાતુના અર્થો-ધારણ કરવું અને પિષણ કરવું–એમ બે પ્રકારે થાય છે.
આ ધમ શબ્દની અંદર ધાતુની અપેક્ષાએ ધારણ અને પિષણ એ બંને હકીકત લાગુ પડી જોઈએ,
આ. ૪-૧