________________
આગમત આદિ આત્મશુદ્ધિમાં પ્રબળ ઉપગી અતીન્દ્રિય-વિચારસરણીને પણ માન્ય રાખે તે.
જો કે કેટલાકનું કહેવું સામાન્ય રીતે એમ થાય છે કે જીવને નહિં માનનાર વર્ગ નાસ્તિકના નામે ઓળખાય અને તેથી જ નાસ્તિકનું સાધ્ય જણાવતાં નાસિત જીવઃ એમ જણાવવામાં આવે છે, પરંતુ હકીક્તમાં પાંચ ઈન્દ્રિય, મન, વચન અને કાયા, શ્વાસ અને જીવન કે જેને આસ્તિકામાં પ્રાણના નામે ઓળખાય છે-આ પ્રાણેને ધારણ કરનારને જીવ તરીકે ગણવામાં આવે છે, તેવા ઈન્દ્રિયાદિક પ્રાણેને અગર તેને ધારણ કરનારને નાસ્તિક-વર્ગ સર્વથા માનતે નથી, એમ કહી શકાય એવું નથી.
• કારણ કે નાસ્તિક-વર્ગ પણ પાંચ ભૂતેને કાયાકારે સમુદાય રૂપે પરિણામ થવાથી જીવ અગર ચેતનની ઉત્પત્તિ માને છે. એટલે રહેજે કહેવું જોઈએ કે તેઓ જીવને નથી માનતા, એમ નિઃશંકપણે કહેવું ઉચિત નથી, કેમકે તેઓ પંચભૂતના સમુદાયથી ઉપજતી વિશિષ્ટ-શક્તિને સ્વીકારી પ્રકાર તરે જીવને વિકૃત રૂપે પણ માને છે. તેમ છતાં નાસ્તિકે પોતે જ નહિત નવ એમ બોલે છે, તેનું તત્વ એટલું જ છે કે જીવ ધાતુથી ઉણદિને આ પ્રત્યય લાવીને અતીતકાળમાં જેણે પ્રાણે ધારણ કર્યા છે. વર્તમાન કાળમાં જે પ્રાણને ધારણ કરે છે અને ભવિષ્યકાળમાં જે પ્રાણને ધારણ કરશે તે પદાર્થ હોય તેને જીવ કહેવાય. આ રીતે ત્રણે કાળના જીવનને ધારણ કરનાર એવા જીવને માનવા નાસ્તિક તૈયાર નથી. - વર્તમાનકાળમાં આ પ્રત્યય લાવીને પ્રાણને ધારણ કરે તે જીવ કહેવાય-એવી રીતે જીવનું લક્ષણ કહીને તેવા જીવને માનવાનું નાસ્તિકને ખટકતું નથી.
આ કારણે જ પાંચ ભૂતથી એટલે પાંચ ભૂતથી બનેલા દેહ, ત્યાંથી ઉત્પન્ન થનારી ચેતના દ્વારા જીવને માનનારા અને તે પાંચ