________________
૩૫.
પુસ્તક બીજુ જ ઘટી શકે છે, વળી એમ છે તેથી જ વીતરાગ–પરમાત્માની સ્તુતિ કરવાનું ફળ સ્તુતિ કરનારને અવશ્ય મળતું જોવાય છે.
એ જ પ્રમાણે સ્થાપના એ પણ વસ્તુને ધમ છે. કારણ કે તે મૂલ-વસ્તુના આકારને લક્ષ્યમાં રાખીને સ્થાપના કરવામાં આવે છે, વળી મૂળ-વસ્તુથી જુદી છતાં મૂલ-વસ્તુને બોધ કરાવનારી છે, તે મૂલ-વસ્તુની સ્થાપનારૂપ આકારનું આરાધન કરવામાં આવે છે, અને તહેતુક-કલ્યાણની સિદ્ધિ પણ થાય છે.
દ્રવ્ય અને ભાવ તે તે દ્રવ્યના જ તથા પ્રકારના પરિણામે થતા હોવાથી તે પદાર્થોના ધર્મો છે જ, એ વસ્તુ દ્રવ્યદેવ-ભાવેદેવ, દ્રવ્ય સાધુ-ભાવસાધુ ઈત્યાદિ ઉદાહરણથી પ્રસિદ્ધ જ છે. શ્રાવકને દ્રવ્યસાધુ કહેવાય, દેવાયુષ્ય બાંધેલા મનુષ્યાદિને દ્રવ્યદેવ કહેવાય, સાધુપણાની મર્યાદા મુજબ વર્તતા રજોહરણાદિલિંગ-યુક્ત જે હોય તે ભાવસાધુ કહેવાય, અને દેવના આયુષ્યને ભેગવનાર તે ભાગદેવ કહેવાય.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે પદાર્થના જ ધર્મો છે, એમ છતાં પણ કેટલાક વિદ્વાન–મહર્ષિ એ ચારનિક્ષેપમાંથી “નામ અને સ્થાપનાને વસ્તુના ધર્મ માનવા છતાં વસ્તુથી કથંચિત્ જુદા માને છે.”
તેઓ કહે છે કે “મૂલ-પદાર્થની માફક તે નામ અને સ્થાપનાથી ફલની સિદ્ધિ થતી નથી.”
જેમ અગ્નિનું નામ લેવાથી તેમજ અગ્નિને આકાર જેવાથી, ઉષ્ણતા લાગતી નથી, તેમ દાહ પણ થતું નથી અને ઠંડીના અવસરમાં સાક્ષાત્ અગ્નિ તરફ જેવી પ્રવૃત્તિ થાય છે, તેવી પ્રવૃત્તિ અગ્નિના નામ તરફ અથવા અગ્નિના આકાર તરફ થતી નથી.”
માટે તે નામ અને સ્થાપના પદાર્થના ધર્મ હેવા છતાં પણ બાહ્ય-પર્યાયરૂપ છે.
દ્રવ્ય તથા ભાવ આંતર-પર્યાયરૂપ છે.” એમ કેટલાક આચાર્યોનું કથન છે.