SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક બીજું અહીં શંકા થશે કે દ્રવ્યના નિરૂપણ માટે મૂતા મારિનો a #ાનું ઈત્યાદિ જે શ્લેક કથન કરવામાં આવે છે, તેમાં તે ભૂત અને ભવિષ્ય એ બે કાળનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે, તે પછી અહીં ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેનું શા માટે ટીકાકાર મહર્ષિએ ગ્રહણ કર્યું? તેનું એ સમાધાન સમજવું કે તે ભૂત અને ભાવી એમ બે કાળનું જ જ્યાં ગ્રહણ કરવામાં આવ્યું છે, ત્યાં દ્રવ્યના કારણ તરીકે તેને ગ્રહણ કરવામાં આવેલ છે, જ્યારે અહીં ભૂત, ભાવી અને વર્તમાન એ ત્રણે કાળના પર્યાયે લીધા છે અને ત્રણે કાળના પર્યાયની ગ્યતા દ્રવ્યમાં રહી શકે, પરંતુ કારણતા તે ભૂત અને ભવિષ્યમાં બેમાં જ ઘટી શકે છે. આ ઉપરની વાતને મનમાં રાખીને જ એટલે કે “ગુણ-પર્યાયથી રહિત અનાદિ-પરિણામિક-ભાવયુક્ત પ્રજ્ઞા સ્થાપિત દ્રવ્યજીવમાં ભૂતભાવી અને વર્તમાન પર્યાયની યોગ્યતા પણ નથી” એ મુદ્દે લક્ષ્યમાં રાખીને જ ભાષ્યકાર જણાવે છે કે-થવા ડાં મ આ ભાંગે શૂન્ય છે, એટલે કે આ ભાંગાને કેઈ વિષય નથી, નિર્વિષય ભાગે છે, એ જ વસ્તુ વધુ સ્પષ્ટ કરે છે. વર્તમાનમાં જે વસ્તુ ચેતના-રહિત અજીવ હોય અને ભવિષ્યમાં તેમાં ચેતનાતત્વ જીવપણું પેદા થતું હોય તે તેને ભાવી-જીવના કારણુપણા વડે કદાચ તું એમ કહેવા માંગે કે ભલે તેમ થાઓ, તેમાં શું દોષ છે? તે કહે છે કે એ બાબત ઈષ્ટ નથી, અર્થાત્ પ્રથમ અજીવ હોય અને પછી જીવ થઈ જાય, એ વસ્તુ ઈષ્ટ જ નથી, કારણ કે એમ થાય તે એટલે કે અજીવને જીવ થાય તે જીવ અજીવ પણ થઈ જાય. શંકા-અજીવ જીવ થાય તે જીવ પણ અજીવ થઈ જાય એવી શંકા શા માટે કરે છે? એ કોઈ નિયમ નથી, દષ્ટાંત તરીકે છદમસ્થનું કેવલી પણું થાય એટલે કેવલીમહારાજને છેદમસ્થ થવું જોઈએ એ નિયમ કયાંથી લાવ્યા? માટે અજીવને જીવ ભલે થાય? પણ જીવ અજીવ થ જોઈએ, એ નિયમ કરવાની કશી જરૂર નથી.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy