________________
૨૪
આગમત વિનાનું એવું જે દ્રવ્ય-તે દ્રવ્યને જગતમાં વ્યવહાર કરવા માટે જીવ એ જે સંકેત કરે તે નામજીવ કહેવાય.
અહીં દ્રવ્યના કથન માત્રથી દ્રવ્યનું જ ગ્રહણ ન કરવું, પરંતુ ઉપલક્ષણથી ગુણ અને ક્રિયા (પર્યાય)નું ગ્રહણ સમજવાનું છે. કારણ કે ગુણ-પર્યાયમાં પણ નામાદિ-ચતુષ્ટયની પ્રવૃત્તિ બની શકે છે. જે દ્રવ્યનું ભાષ્યમાં કથન કરવામાં આવ્યું, તે દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેયમાં દ્રવ્યનું પ્રાધાન્ય જણાવવા માટે છે. અર્થાત દ્રવ્ય વિના ગુણ-ક્રિયાને સંભવ જ નથી. એ અપેક્ષાએ દ્રવ્યની મુખ્યતા રાખી દ્રવ્યનું કથન કરવામાં આવ્યું છે.
અહીં એ પણ સમજવાનું છે કે–ચેતનાવાળા અગર ચેતના વગરના જે કોઈ પદાર્થમાં જીવ એ સંકેત કરવામાં આવ્યું છે, તે પદાર્થને જેમ નામજીવ કહેવાય, તે પ્રમાણે જીવ એવું શબ્દનું જે ઉચ્ચારણ-ધ્વનિ તેને જ જે વાચ્ય અર્થાત કહેવા ગ્ય પદાર્થ તરીકે ગણવામાં આવે છે તે પણ નામજીવ છે.
અહિં તે શબ્દથી ચેતનાવાળા અગર અચેતન પદાર્થમાં પિતાની મરજી પ્રમાણે જે જીવ શબ્દની યેાજના–સંકેત કરવામાં આવેલ છે તે જીવ શબ્દ પણ નામજીવ છે. પરંતુ તે વસ્તુ પદાર્થની ઉપાધિ સંકેત પુરતું જ નથી.
કારણ કે ગડમિવાન-વચારતુચનામવા એ ન્યાય છે એટલે કે પદાર્થ, પદાર્થનું નામ અને જ્ઞાન એ ત્રણે સરખા છે.
ઘટને જેવાથી, ઘટનું નામ સાંભળવાથી અને ઘટનું ચિંતન કરવાથી એમ ત્રણ પ્રકારથી થતા જ્ઞાનમાં ઘટ એ એક સરખો વિષય તરીકે ગ્રહણ થાય છે.
આમ હોવાથી જે પદાર્થમાં જીવ એ સંકેત થયું છે, તે પદાર્થને તે નામજીવ કહેવાય, પરંતુ જીવ એ જે ધ્વનિ તે પણ નામછવ છે.