________________
પુસ્તક બાજુ પરંતુ અનંતગણું કઠિન કર્મ કટકની કરવાલને ફટકામાંથી બચવું મુશ્કેલ છે.
મહાનુભાવે ! ભગવાન જિનેશ્વર-મહારાજનાં વચનને વિચાર! તેના તત્વને હૃદયગત કરે ! તમારા મન-વચન-કાયાના યોગોને તેને આધીન બનાવે! ગણાતા મહાત્માઓની ગંદકીના ગોટાળામાં ગુંચવાઓ નહિ!
અને આત્માની અવ્યાબાધ સ્થિતિને લક્ષ્યમાં રાખી તેના પરમ ઉદયના વખત સુધી તે જ માગે કટિબદ્ધ થઈ આગળ વધવાને ઉદ્યમ કરે
જેથી તમારી શાસનસેવા અને મહાત્માપણું અમેદવા લાયક થાય.”
[ આ ઉપરાંત જ્ઞાની-ગીતાર્થ ગુરુની નિશ્રામાં આ સંબંધી વધુ વિચારણાથી શાસન શબ્દને પરમાર્થ જાણવા મળે છે કે જે વિષમકર્મોના બંધનેને ફગાવવા ઉપયોગી થાય તે શાસન.
એટલે અંગત વિચારો કે પ્રવૃત્તિઓ રાગ-દેવમૂળક હોઈ પક્ષવાદને જન્માવે છે. તેને ભૂલ-ચૂકે પણ શાસન-સેવાના ભળતા નામેથી નવાજવાની ધૃષ્ટતા કરવી હિતાવહ નથી.
અર્થાત–વ્યક્તિગત–વિચાગ્ધારાના પિષણ-સમર્થનમાંથી જન્મતી પક્ષવાદની પ્રવૃત્તિ શાસનપગી નથી, એ વાત ગંભીરપણે સમજવી જરૂરી છે.]