________________
આગમત
વાસ્તવિક–મહાત્માપણાને ધરાવનાર જીવ અસંખ્યાતી વખત ફટકાઓ ખાય, અનંતી વખત ડુબકીઓ ખાય, છતાં પણ તે વાસ્તવિક-મહાત્માનું મહાત્માપણું નિષ્કટક અને પરમ-મહદયવાળું હોઈ તે પિતાનું સ્વરૂપ-પદ મેળવવા ભાગ્યશાળી થાય જ છે.
આવી રીતનું જ મહાત્માપણું, તેનું નામ જ શાસન સેવા અને એવી શાસનસેવાને ઈચ્છવાવાળો ભીંતડે કે ગીતડે જવા માંગે જ નહીં, પરંતુ તેવી સેવા ઈચ્છનારો તે સ્વ અને ઉપરની કલ્યાણ કટિની જ કામનાને કાળજામાં કતરી રાખે,
જગતમાં જેમ સાચી વસ્તુને સંગ્રહ કરનાર મનુષ્ય નકલી વસ્તુના સંગ્રહથી હંમેશાં સાવચેત રહે, તેવી રીતે શાસન-સેવાના કે મહાત્માપણાની મઝાને લેવાવાળા મનુષ્ય સ્વ-સેવાના નામે જગતમાં પ્રસરે વિશ્વને મેલે ન વળગી પડે, તે બાબત પૂરેપૂરી સાવચેતી રાખવાની જરૂર છે.
કેમકે હું એટલે શાસન, મારે ભક્ત એટલે શાસન-સમાજ, મારી અને મારા ભક્તોની સેવા એટલે શાસન સેવા,
સમાજનું હારું અને મ્હારા ભક્તોનું બહુમાન એ. જ શાસનની ઉન્નતિ,
હું અને મારે પરિવાર એ જ શાસનનાં અંગે.
આવી આવી સર્વથા બિભત્સ અને ગલીચ ભાવનાઓ શાસનસેવાના નામે સડી ગયેલા મગજવાળાએ ધારણ કરી બેસે, પરંતુ શાસનની સાચી શિક્ષા અને શ્રદ્ધાને પામેલા સપુરૂષે તેવા સડેલા સંસકારો ક્ષણભર પણ પિતાના હદયમાં ધારે નહિ, વચનથી ઉચ્ચારે પણ નહિ અને તેવા કથન કરનારાઓની છાયાએ પણ જાય નહિ.
વાચકે ધ્યાન રાખવું કે જગતના જુલ્મી જલ્લાદો કે શત્રુઓના ઘાથી બચવું જેટલું કઠણ છે, તેના કરતાં અસંખ્ય ગણું તે શું!