________________
પુસ્તક-૧લું મધ્યરાત્રિએજ હોય છે. અને ઈદ્ર મહારાજના અનુકરણથી શ્રાવકે પૂજાનું વિધાન કરે છે, એ તે ભગવાન હરિભદ્રસૂરિજીએ ફરમાવેલ વિંટાળે એ વાક્યથી સ્પષ્ટ છે.
વળી શ્રી વસુદેવ હિંડીની અંદર સીમના (હિમાલય) પર્વતને સંબંધ જેઓએ જે હોય તેઓ એ સ્પષ્ટપણે જાણી શકે જ છે કે ભગવાન જિનેશ્વર–મહારાજના મંદિરમાં રાત્રે પણ દીપકેની શ્રેણિઓ પિતાના તેજના પ્રચારથી અંધકારને પેસવા પણ દે નહિ એવી હોય છે. અર્થાત્ વસુદેવ હિંડી જેવા પ્રૌઢ-ગ્રંથથી પણ રાત્રિએ દર્શન કરવાની સિદ્ધિ થાય છે. • પ્રભુપૂજાદિ માટે એકેન્દ્રિયની હિંસાનું કથન અસ્થાને છે
વાચકોએ ધ્યાન રાખવું કે-કેટલાક નવીન મત ઉઠાવનારાઓ ગૃહસ્થ લેકેને ચૈત્ય-મૂતિ-મન્દિર અને પુષ્પ કે આરતિ પૂજા આદિમાં એકેન્દ્રિયની વિરાધનાને જે ભય બતાવે છે તે ભયઅસ્થાને છે અને મિથ્યાત્વની વાસનાને સૂચવનાર છે.
વસ્તુતઃ જે ભવ્ય આત્માને એકેન્દ્રિયની દયા પાળવાની પણ યથાસ્થિત બુદ્ધિ થઈ હોય અને જેઓ પૃથ્વીકાય-અપકાય આદિ
* ૫. આગમોહારકશ્રી જેવા પ્રૌઢ-પ્રતિભાશાળી ગીતાર્થ-જ્ઞાની ભગવંતની સૂક્ષ્મતાત્વિક બાબતોની ભવ્ય રજૂઆત કરવાની પ્રૌઢશૈલિ પ્રમાણે અહીં રજૂ થયેલી રાત્રે પણ જિન-દર્શનની વાત નય-સાપેક્ષ રીતે જ્ઞાની–ગુરુના ચરણે બેસી સમજવા સુજ્ઞ વાચકેએ ઉપયોગ રાખવો.
પરંતુ આ ઉપરથી વર્તમાનકાળે શાસ્ત્રમર્યાદા અને છતકલ્પથી વિરુદ્ધ સ્વચ્છેદપણે લાઈટના ડેકોરેશન કરી વિકૃત અંગરચનાઓના ઠાકુરજીની ઝાંખી જેવા ઠઠારા કરી સંગીતની મહેફીલની જેમ જલસારૂપે કરાતી દહેરાસરમાં રાત્રે ભાવના ભક્તિના-નામે કરાતા ભૌતિકવાદી કાર્યક્રમે-કથાગીતે આદિ પ્રવૃત્તિને ઉચિત કે શાસ્ત્રસંગત માની લેવાની ભયંકર ભૂલ કોઈ ન કરે.