________________
આગમોત ચૈત્ય-શબ્દની વિશેષ સમજણ
ધ્યાન રાખવું કે સાધુઓ અન્ય-મતને ગ્રહણ કરનારા હોય, પરંતુ અન્ય મત કંઈ સાધુને ગ્રહણ કરનારે હેત નથી, કેમકે સાધુઓ મહામિથ્યાત્વના ઉદયે અન્ય મતને ગ્રહણ કરનારા થાય, પરંતુ અન્ય-મતથી સાધુઓ કેઈપણ પ્રકારે ગૃહીત થઈ શકતા નથી, અને અન્ય-મતથી જે બલાત્કારાદિથી તે સાધુઓ ગૃહીત થઈ જાય તે પણ તે અ–માન્ય થતા નથી, * વળી જે સાધુઓ પિતાના પરિણામથી અન્ય-મતમાં જાય તે પછી તે જૈન સાધુ તરીકે રહેતા નથી, તેથી તેમને વંદના કરવી કે ન કરવી? તેને વિચાર કરવાનું રહેતું નથી, એટલે સ્પષ્ટપણે માલમ પડશે કે ચૈત્ય શબ્દથી એવી જ કોઈ વસ્તુ લેવી જોઈએ કે જેની ઉપર તેને ગ્રહણ કરનારાને જ પ્રભાવ પડતું હોય, પરંતુ તેને પિતાને સ્વતંત્ર પ્રભાવ તેને ગ્રહણ કરનારા ઉપર ન પડતે હેય!
લગીર પણ સમજણને ધરાવનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે આ વાક્યમાં ચૈત્ય શબ્દને અર્થ મૂર્તિ કર્યા સિવાય છુટકે જ નથી. પરિણામ-શુદ્ધિ સાથે પ્રભુ-મૂર્તિની પૂજ્યતાને સંબંધ
આ ઉપરથી સિદ્ધ થયું કે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ હેય એટલા માત્રથી આરાધવા લાયકપણું, નથી પરંતુ તે મૂત્તિને ગ્રહણ કરનારાઓની સ્થિતિને વિચાર પણ મૂર્તિની આરાધનાના હેતુ તરીકે કરે જરૂરી રહે છે.
અન્ય-મતવાળાઓ પિતાના દેવનું સ્વરૂપ જુદું માનતા હોવાને લીધે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિને પણ તેઓ પોતાના દેવ તરીકે જ્યારે માને ત્યારે તે મૂર્તિના મૂલ–સ્વરૂપને પિતાની ધારણા પ્રમાણે ફેરફાર કરે, છેવટે આરાધનાનાં સાધનને વિપર્યાસ કર્યા વિના રહે નહિં અને ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિને મૂળસ્વરૂપથી વિપર્યાસ થાય, અગર સાધન-સામગ્રીમાં તેવી રીતને વિપર્યાસ