________________
૧૩.
પુસ્તક ૧-લું શ્વરની પૂજાથી તે વંચિત રહેતા ન્હોતા, અર્થાત્ વર્તમાન–કાલના પ્રતિમા–લેપકોનું અન્યાય-ભરેલું વર્તન તેઓને વળગતું નહતું.
વળી ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની અત્યંત ઉત્કૃષ્ટરીતિએ પૂજા દ્વારા આરાધના સમ્યગૃષ્ટિ અને આરાધક એવા સૂર્યાભદેવે કરેલી છે, એ હકીકત શ્રી રાયપણીસૂત્રને જાણનારાએથી છૂપી રહેલી નથી.
વળી ભગવાન-જિનેશ્વરમહારાજના જન્માભિષેકનું વર્ણન શ્રી જબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિસૂત્રમાં અત્યંત–વિસ્તારથી કરવામાં આવેલું અને તેમાં ભક્તિ અને ધર્મ વગેરે હેતુ તરીકે જણાવેલ છે.
આવી સ્પષ્ટ-હકીકત ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની પૂજા બાબતમાં છતાં, જેમાં ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજાથી બે-નસીબ રહે છે, તે શ્રાવકે ખરેખર દી લઈને કુવામાં પડવાવાળા જ ગણાય.
સ્થાવર-છ પ્રતિ દયાની પરિણુતિ-વાલાઓની સ્થિતિ કેવી ?
તે પ્રતિમા–લે પકેના ઉપાસકેને પૂછીએ કે તમને સ્થાવરજીવની ખરેખર દયા પરિણમી છે? કે ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની પૂજા નહિ કરવામાં એઠું માત્ર લેવાય છે?
જો ખરેખર તેઓને સ્થાવર-જીવની દયા પરિણમી હોય તે છ-કાયના આરંભથી ભરેલા એવા ગૃહસ્થપણામાં તેઓ રહી કેમ શકે ?
શું તેઓ સર્વતઃ શસ્ત્રરૂપ એટલે એ દિશાના શરૂપ એવા અગ્નિને ચૂલે અને દી સળગાવવા દ્વારા નથી સળગાવતા?
શું તેઓ યાજજીવ શાક લાવવું-સમારવું વિગેરેને ત્યાગ કરી બેઠા છે?
કહેવું પડશે કે તેઓએ ઉપર જણાવેલા કામે માંથી એકની પણ નિવૃત્તિ કરેલી નથી, તે પછી જ્યારે વિષય-કષાય અને