________________
પુસ્તક ૧-લું આવતા, તેવી રીતે પ્રતિમા લેપકના ભક્તોએ પ્રતિમા–પકનાં વ્યાખ્યાનમાં પણ તેવે વખતે જવું ન જોઈએ, છતાં તેવા વરસાદની વખતે પણ વ્યાખ્યાન વંચાય છે. ભિન્ન-મકાનમાં રહેલા સાધુઓ તેવી વખતે વ્યાખ્યાન સાંભળવા નથી જતા, છતાં જ્યારે શ્રાવકે જાય છે અને લાભ માને છે, તે પછી સ્પષ્ટ થઈ જાય છે કે સાધુ અને શ્રાવકને ધર્મમાર્ગ જુદે છે.
વળી સાધુ જે કરે તે જ શ્રાવકેએ કરવું જોઈએ, એવું કથન શેઠાણીએ ભક્તિથી પિતાના પતિને સાડી ઓઢવાનું કહ્યું અને પછી પિતે ઓઢવાનું જણાવ્યું, એના જેવું કમઅક્કલવાળું ગણાય. શ્રી ભગવતીજી-સૂત્રકાર શું ફરમાવે છે?
બીજું તે પ્રતિમાલેપકના વચનથી ભરમાયેલાઓએ વિચારવું જોઈએ કે– - સાધુ-મહાત્માને અફાસુ અને અનેકણીય એટલે સચિત્ત અને અશુદ્ધ એવા આહાર–પાણી આપવામાં પણ શ્રી ભગવતી સૂત્રકારે ઘણું નિર્જરા જણાવી છે, તે પછી જે સાધુ–મહાત્માઓને અફાસુ અને અનેષણયને સર્વથા ત્યાગ છે, તેવાઓને સચિત્ત અને છકાયને કૂટો કરીને અસૂઝતું નિપજાવેલું આહાર–પાણી દેવામાં જે ઘણી નિર્જરા કહેવાય, તેમાં જે ગુરુની મહત્તા જ ભક્તિનું કારણ હોય તે તે વસ્તુને સમજનારે જિનેશ્વર-ભગવંતની મહત્તાને સમજનારા થવું જોઈએ.
ધ્યાન રાખવું કે-અવિરતિ-અસંયતને ફાસુ (અચિત્ત-નિર્જીવ) દેવામાં પણ જ્યારે શાસ્ત્રકારે એકાંત–પાપ બતાવે છે, અને સચિત્ત અને દોષવાળું આહાર-પાણી પણ સાધુને દેવામાં આવે તે તેમાં ઘણી નિર્જરા કહે છે, તે તે નિર્જરાનું મુખ્ય કારણ સાધુપણાનું ગૌરવ જ માનવું પડે.
એ વાત તે સ્પષ્ટ છે કે સાધુ–મહાત્માઓ કરતાં ભગવાનજિનેશ્વર મહારાજની મહત્તા અનંતગણી છે અને એ વાત તે