________________
પુસ્તક-૧ છે.
.
ફાનસમાં મૂકી તે પતસ્વભાવથી વિરૂદ્ધ એવા કાળા, લીલા, ઉદા કે લાલ કાચની વચ્ચે રાખવામાં આવે તે તે દવાને પ્રકાશ જે કે કાળા, લીલા, વગેરે રૂપે પડે છે, અને તેમાં દીવાના રંગ કરતાં વિરૂદ્ધ રંગે સામેલ થયેલા હોય છે, છતાં તે પ્રકાશ અંધકારસ્વરૂપ તે હેતા જ નથી. તેવા કાચમાંથી પણ નિકળેલું અજવાળું પ્રકાશ સ્વરૂપ તે જરૂર હોય છે. . .
એવી રીતે મોક્ષના ધ્યેયની સીડીએ ચઢેલા સમ્યક્ત્વવાળા જીવને શુદ્ધજ્ઞાનાવરણયને ક્ષયે પશમ થયેલ હોવાથી કદાચ તેવા વિપરીતસાઘનેના સંજોગથી કે બીજા કોઈ પણ કારણથી બાહ્યપદાર્થના નિશ્ચયમાં સંશય, વિપર્યાય અને અનધ્યવસાયાદિ પણ થાય, છતાં બીજા રંગના કાચમાંથી નિકળેલા પ્રકાશની માફક તેને શુદ્ધ-જ્ઞાનસ્વભાવ તે જરૂર રહે છે, અને અંધારાના સ્વભાવની માફક અજ્ઞાનસ્વભાવ થતો જ નથી.
આ વિચારમાં તત્ત્વ એટલું જ છે કે સમ્યગ્દષ્ટિ જીવ બાહ્ય-પદાર્થોને અંગે સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ જ્ઞાનવાળે થાય તે પણ તે દ્વારા તે સમ્યગ્દષ્ટિ જીવ પિતાના આઠે કર્મોના આવરણને ખસેડવાના ધ્યેયથી અને તેના બેધથી તે ચૂકે નહિં. એટલું કહેવું જોઈએ કે “સમ્યગ્દષ્ટિ જીવને બાહ્ય-પદાર્થની અપેક્ષાએ નિશ્ચય-સ્વભાવવાળાં જ્ઞાને તે જ્ઞાનરૂપ જ છે, પરંતુ બાહ–પદાર્થની અપેક્ષાએ સંશય, વિપર્યય અને અનધ્યવસાય જેવા અજ્ઞાને કે મિથ્યાજ્ઞાને પણ જ્ઞાનરૂપ છે.' ,
આ વસ્તુ સમજનાર મનુષ્ય સહેજે સમજી શકશે કે-જગતમાં ગણુતા મતિનાં જ્ઞાને અને શાસનાં જ્ઞાને ભલે મિથ્યારૂપ સ્વભાવે હોય કે મિથ્યારૂપ થાય તેવાં હોય, પરંતુ તે સર્વ સમ્યગદષ્ટિ–જીવને સમ્યક્ત્વને પ્રતાપે શુદ્ધજ્ઞાનરૂપ જ છે.
વળી દવા વગરના ફાનસના કાચ હાય તેવા સારા છતાં પણ જેમ અંધારારૂપ હોય છે, તેવી રીતે બાહ્ય-પદાર્થની અપેક્ષાએ હાય તેવાં ચેખો અને નિર્મલ મતિ અને શ્રુતજ્ઞાને હોય તે પણ તે અજ્ઞાનરૂપ હોય છે અને ગણાય છે.