________________
J. પૂ. આગમ દ્વારક આચાર્ય દેવશ્રી ! . પ્ર...સા...દી...ત | માર્મિક-પ્રશ્નોત્તરી
(આગમિક-તત્ત્વપારદા, સર્વતમુખી પ્રતિભા સંપન્ન, સમર્થ તત્વવિવેચક, પૂજ્યપાદ આગમાદારકઆચાર્યદેવશ્રીએ જૈનેતરને આત્મ તત્વની જૈન-દર્શનાનુસારી પ્રતીતિ કરાવવાના શુભ ઈરાદાથી જાહેર-વ્યાખ્યાન દરમ્યાન પ્રાસંગિક-પ્રશ્નોત્તરી દ્વારા જે પ્રકાશ પાથરેલ, તે અક્ષરશઃ યોગ્ય સુધારા સાથે અહીં રજુ કરાય છે.
આ પ્રશ્નોત્તરી વિ. સં. ૧૯૮૨ ના જે. સુ. ૮ તા. ૧૨-૬-૩૨ રવિવારે સવારે ૯ વાગે શાક માર્કેટ પાસેની મારવાડીની વાડી–અંધેરી-મુંબઈ મુકામે “મનુષ્ય જીવનની સફળતા” વિષય પર આપેલ જાહેર વ્યાખ્યાનના ઊતારાના પાછલા ભાગે નેંધાએલી છે.
પૂ. શાસન-પ્રભાવક સ્વ આચાર્યદેવ શ્રી ચન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના સ્વ-હસ્તાક્ષરથી ધાએલ આ પ્રશ્નોત્તરી તેઓશ્રીના વિશાળ સંગ્રહમાં સુરક્ષિત હતી.
તે પૂ. આચાર્યદેવશ્રીના શિષ્ય પૂ. મુનિશ્રી અભ્યદય સાગરજી મ. ની પ્રેરણાથી પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર જન જ્ઞાનમંદિર ઉજજૈન (મ. પ્ર.) ના કાર્યવાહક શ્રી કુંદનમલજી મારૂ મારફત મળેલ પૂ. આગામે દ્ધારક આચાર્યદેવશ્રીને સુસંગ્રહિત વ્યાખ્યાન-સંગ્રહના જસ્થામાંથી મળી આવી છે.] * સવાલ-૧ તમે કોણ છે?
–અમે હિંદુ છીએ. સવાલ-૨ હિંદ એટલે શું ? .
. . .. –સિંધુ નદીની આ બાજુ રહેનારા. પૂ. આગમેદારકશ્રી-ના! આ અર્થ બરાબર નથી !!!