________________
આગમોત
પણ તે પ્રતિકૂળતાવાળા પ્રાણી વિગેરે જે પ્રતિકૂલતા કરે છે, તે માત્ર પ્રતિકલતાને પામનાર જીવોના કર્મના ફલ પ્રમાણે જ કરે છે, એટલું જ નહિ, પરંતુ તે પ્રતિકૂળતાને વિવેકી મનુષ્ય તે ખરેખર મેલનું સાધન ગણે છે, પરંતુ તે વાતને દૂર રાખીએ તે પણ પ્રતિકૃલ લાગતા પ્રાણી એને પણ વધુ વિગેરે કરવાનો હક્ક છે, તે વાત જન શાસન માન્ય કરતું નથી, . આવી રીતના હક્કના વિચારમાં આ સૂત્ર ઉતારવાથી આ વાકયને સમ્યકત્વાધ્યયનનું વાકય કહી શકાય અને તેથી જ આ વાકય કે સૂત્ર પરસ્પર વિરુદ્ધતાવાળું નહિ રહે.
કેમકે ભગવાન જિનેશ્વર મહારાજાના આ વાક્યને અનુવાદ કરતાં ભગવાન જિનેશ્વર મહારાજને ગણધર મહારાજાઓએ અરિહંત ભગવંત કહીને ઓળખાવેલા છે. અને અરિહંત શબ્દને વાસ્તવિક અર્થ જ એ છે કે, ઈન્દ્ર આદિક દેએ અશોકાદિક આઠ પ્રાતિહાર્યથી કરેલી પૂજાને જેઓ લાયક હોય તે અરિહંત કહેવાય.
તે અરિહંતપણાને વખાણવાથી પૂજાનાં વખાણ થાય છે. અને વિધાનમાં સરે વળા વિગેરે કહેવાય છે, પરંતુ જ્યારે વચ્ચે પ્રત્યયને વિચાર કરવામાં આવશે ત્યારે આ સૂત્ર પરસ્પર વિરૂદ્ધતાવાળું નથી, એમ માલુમ પડશે એટલું જ નહિં, પરંતુ મિથ્યાદર્શનની જડ ઉખેડી નાંખી સમ્યક્ત્વના મૂળ કેવી રીતે વાવે છે? તે સમજાશે, અને જૈન દર્શનની અહિંસાની બારીકાઈ પણ સમજાશે.