________________
પુસ્તક ત્રીજું કિયા તે સ્થાપના જિન કહી દે, પ્રતિમા જ કેમ લીધી? સદ્ભાવ સ્થાપના જિનેશ્વરની પ્રતિમા જ કહેવાય, જિનેશ્વરના જીવને જ દ્રવ્ય કહેવાય. ગશાળ આદિ અપ્રધાન જિને હતા, તેને દ્રવ્યજિન કહેવા હતા.” જિનેશ્વરના જ આગળ-પાછળની અવસ્થાવાળા છે તે પણ દ્રવ્ય જિન, ગે શાળા, જમાલી વિગેરેને દ્રવ્ય જિનમાં કેમ દાખલ ન કર્યા? અભવ્ય અંગારમર્દકને દ્રવ્ય આચાર્ય કહી શકે તે શાળાને દ્રવ્ય જિન કેમ ન કહે? અંગારમર્દકને દ્રવ્ય આચાર્ય કેમ કહ્યા?
ખ્યાલમાં રાખવું કે જિનનામ કર્મ પ્રકૃતિ બાંધવાને અંગે, બંધ-ઉદય-સત્તાને અંગે લેવાનું છે. સિદ્ધ કર્મના ઉદયને લીધે નથી. આચાર્યાદિકપણું કર્મના ઉદયને લીધે નથી, તે લાપશમિક ભાવને લીધે છે. ક્ષયે પશમ નિષ્પન્ન ભાવેને અંગે છે.
મુખ્યપદ તેવું જ અરિહંતનું છે. તે નામ કમને બાંધનારા હોય. તીર્થ કરનામ કર્મની પ્રકૃતિના ઉદયવાળા છે. આઠ પ્રાતિહાર્ય હેય, આવા અરિહંતે હોય તે અરિહંત મહારાજના શાસનના આલંબને સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ.
કેઈપણ આસ્તિક-દર્શનમાં મુક્ત ન માન્યા હોય તેવું છે જ નહિ. તેમના સિદ્ધ આવે કે નહિ? અરિહંતપદની અનુવૃત્તિ લઈ લે. અરિહંતન શાસનના અવલંબને થયેલા ૩૧ ગુણે બતાવ્યા છે તે ગુણોવાળા સિદ્ધોને જ નમસ્કાર. તેમ આચાર્ય, ધનુર્વેદ આચાર્ય વૈદક, નૈયાયિક, વ્યાકરણના આચાર્ય યાવત્ શાસ્ત્રના આચાર્ય, આ બધા તે આચાર્ય લેવાયને ! અરિહંતના શાસનની બહારના આચાર્ય આવી જાય. અરિહંતપદની અનુવૃત્તિથી તે નહિ આવે.
અરિહંત મહારાજના આચાર્ય–ઉપાધ્યાય-સાધુઓ જ લેવા, મહાવીર મહારાજા–ત્રણ લેકના નાથ, અદ્વિતીય પદવીવાળા, તેમની ઉપરને રાગ મેક્ષને અટકાવનાર થયે. મહાવીર મહારાજા સર્વ