________________
પુસ્તક ત્રીજુ સિવાય રહે જ નહિ. ત્યારે વિચારે!!! ધર્મને માનવામાં-ધારવામાં હૃદયને સંતોષ થાય અને અધર્મને માનવામાં-ધારવામાં જ્યારે અસંતેષ રહે ત્યારે જ હદયની ખરી સ્થિતિ કયી છે? તે નક્કી થાય! - હૃદયની ખરી સ્થિતિ એ જ ધર્મ પ્રત્યે પ્રેમ અને અધર્મ પ્રત્યે રેષ. આ બે વસ્તુ આર્ય પણાને પામેલ દરેક પ્રજામાં નકકી થઈ જવી જોઈએ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે અને તે તરફ પૂરેપૂરું લક્ષ્ય આપવાની દરેક સમજુ વર્ગને અત્યંત આવશ્યક્તા છે. નકલ કેની નીકળે?
જ્યારે એક જ પદાર્થની પાછળ અનેકોની પડાપડી હોય–ખરીદી માટે દરેડ પડતા હોય, ત્યારે જ તેની હજારે નકલે નીકળી આવે છે. નકલ ક્યા પદાર્થની બને? કે જેની કીંમત દુનિયામાં વધારે પ્રમાણમાં હોય.
ધૂળની, માટીની, તાંબાની, પીત્તળની કે લેખંડની નકલે કેમ નીકળતી નથી? કેમકે તેની જગતને બહુ કીમત નથી. જ્યારે તેનું ચાંદીહીરા-માણેક–ખેતી વિગેરેની ઢગલાબંધ નકલે આજે નીકળી પડી છે, જે પદાર્થ કીમતી હેય તેની જ નકલ દુનિયામાં વધુ પ્રવતે. જે પદાર્થની દુનિયામાં કીંમત જ હતી નથી અગર ઓછી હોય છે તેની નકલ નીકળતી નથી.
હવે આપણે પહેલાં એ નકકી કરવું છે કે-“ધર્મ કિંમતી છે કે નહિં?” જો ધર્મ કિંમતી જ હેય તે જગતમાં તેની નકલ હોય તેમાં નવાઈ જ નથી. અને જે ધર્મ કીંમતી ન હોય તે તેની નક્લ પણ હોય નહિ, જ્યારે એકના ભેગે અનેક વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકતી હોય ત્યારે સમજવું જોઈએ કે તે અનેક વસ્તુઓ કરતાં એક જ કીંમતી છે-એમ જરૂર ગણી શકાય. ભાગ્યને જ પ્રતાપ તે અહીં જન્મને અંગે વિચારીએ ! જન્મે છે તે તે ચોક્કસ નાસ્તિક હોય કે આસ્તિક હોય પણ જન્મનું સ્થાન પામે છે, તેમાં