________________
AUTEISMO WHY
ક
s
[ આગમિક-તત્ત્વજિજ્ઞાસાને તૃપ્ત કરનાર, પૂજ્ય આગમસમ્રાટ, આગમિક-
તના તલસ્પર્શી વ્યાખ્યાતા, આગમ જ્યોતિર્ધર ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના તાત્વિક વ્યાખ્યાન આદિ સામગ્રીને સંકલનરૂપે દેવગુરૂ-કૃપાથી છેલ્લા દશ વર્ષથી પ્રકટ થતા “આગમ ત” માં કમ પ્રમાણે ત્રીજા પુસ્તકમાં પૂજ્ય આગમ દ્વારકશ્રીની તત્વદશ દષ્ટિથી અપાયેલ છુટક વ્યાખ્યાને કે લેખે, નિબંધ આદિનું સંકલન વ્યવસ્થિત કરીને રજૂ કરવામાં આવે છે.
પુણ્યવાન વિવેકી આત્માઓ ગીતાર્થ–મુનિ ભગવંતના ચરણમાં બેસીને વિવેક દષ્ટિની કેળવણી કરી આ વિભાગનું ધીર-ગંભીરપણે વાંચન, મનન કરશે તે આગમિક મહાસાગરના બહુમૂલ્ય વિરલ મોતીઓનો વિશાળ સંગ્રહ જડી આવશે.
| વિવેકી–તત્વપ્રેમી આત્માઓ આ વિભાગને વિવેકદ્રષ્ટિથી રસાસ્વાદ લે. તેવા શુભાશયથી પ્રયત્નપૂર્વક તથાવિધ-સામગ્રીનું સંકલન કર્યું છે.
પૂજ્ય આગમધર-મહાપુરુષની અણમોલ પ્રસાદીરૂપ આ વિભાગના ટૂંકા પણ માર્મિક વ્યાખ્યાન આદિને તાત્વિક–પરિચય મેળવી આગમિક પદાર્થોના અવગાહનને પુણ્ય લાભ મેળવે. .] આ. ૩-૨