________________
આગમોત
અર્થાત્ પાશ્ચાત્ય લોકે ભવાંતર નથી માનતા અને તેથી નાસ્તિકમાં ગણાય એમ નથી, તેઓ વર્તમાન જીંદગીની પછી હસ્ત અગર ઝખમાં જવાનું માની બીજી જીદગી તે માને છે, પરંતુ તે દોઝખ કે હેસ્તમાંથી જીવને નીકળવાનું અગર ત્યાંથી નીકળીને બીજે અવતાર લેવાનું તે પાશ્ચાત્ય લોકો માનતા નથી. એટલે બારીક દષ્ટિએ વિચારતાં નાસ્તિક અને પાશ્ચાત્યમાં વધારે ફરક દેખી શકાતું નથી.
પરંતુ હિન્દુસ્તાનમાં રહેલો હોય તે વૈદિક હો! સાંખ્ય હે! વેગ છે! વિશેષિક હે! તૈયાયિક હે! બૌદ્ધ છે કે જેન હો! એ સર્વ એક જ ભવને નહિ, પરંતુ અનેક ભવના પર્યટનને એટલે આત્માના હિડનને માનનારા છે. અને તેથી જ તે સર્વ હિન્દુ તરીકે ગણાયા છે અને તેમના સ્થાનને હિન્દુસ્થાન તરીકેની પ્રસિદ્ધિ મળી.
કેટલાકોની માન્યતા પ્રમાણે સિધુના નામને આગળ કરીને સિન્ધનું સ્થાન તે હિન્દુસ્થાન એમ કેટલેક વિપર્યાસ કરીને કહેવામાં આવે છે, પરંતુ નથી તે હિન્દુસ્થાનમાં સિધુની
વ્યાપકતા કે જેથી આખા દેશને સિન્ધસ્થાન તરીકે કોઈ એળખવા તૈયાર થાય. તેમજ સિધુ સિવાય બીજે રસ્તે પાશ્ચાત્યેની સાથે પૂર્વ–કાળમાં વ્યવહાર તે એમ પણ કહી શકાય તેમ નથી.
ભરૂચ, સુરત, કોંકણું અને મદ્રાસના બંદરે આફ્રિકા અને ઈરાનની સાથે ઘણું પૂર્વકાળથી સીધા વ્યવહાર કરવાના સ્થાન હતા તેમાં બે મત છે નહિં અને થઈ શકે તેમ પણ નથી.
એટલે અનેક જન્મ ધારણ કરવાવાળા આત્માનું હિન્દુ એવું નામ હોઈને તેવા આત્માને માનનારાઓનું સ્થાન તે હિન્દુસ્થાન એમ ગણવામાં આવે તે જ આખું હિન્દુસ્થાન