________________
પુસ્તક ૨-જુ
કષા, ઇદ્રિ, સંજ્ઞા ને ગીરવને જીતવાને જેમ એ નિયમ છે કે તે ક્યાયાદિકની પ્રવૃત્તિથી થતા ઐહિક અને પારત્રિક અનર્થો વિચારવા, તેવી રીતે માયાના ઘાતથી થતી સરળતાને વધારવા માટે પ્રતિક્ષણ માયાના અનર્થો વિચારે, જે ઐહિક અને પારત્રિક હોય તે વિચારવા જોઈએ.
તેમ જ માયા કરવાવાળા મહાબળ સરખા મહાપુરુષને થયેલું અનિવાર્ય નુકસાન વારંવાર ધ્યાનમાં લેવું જોઈએ.
આ બધું કરવા સાથે માયા પ્રધાન પુરુષનો સંસર્ગ સર્વથા ત્યજ જોઈ એ.
શિક્ષાનાં સે વાકયેની અસર કરતાં દલીલવાળું એક વાક્ય ઘણી અસર કરે છે, અને સેંકડે દલીલનાં વાક્ય કરતાં પણ એક પ્રસિદ્ધ દૃષ્ટાંત હૃદયને હચમચાવી મુકે છે. અને તેવા સેંકડે દષ્ટા કરતાં પણ સંસર્ગ એવી જબરજસ્ત અસર કરે છે કે જેને મહિમા સર્વને અનુભવ-સિદ્ધ છે.
જે એમ ન હોત તે કરેડ નિશાળ, માસ્તરે અને પુસ્તકે છતાં અનેક લાખ શિક્ષા કરનારી કર્યો છતાં જગતમાં નીતિનું
કે પ્રમાણિકતાનું સામ્રાજ્ય સ્થપાયા સિવાય રહેત નહિ. '' આ ઉપરથી સ્પષ્ટ થશે કે–
આખું જગત નીતિ અને પ્રમાણિકતા માટે માત્ર પિથીમાંના જ રીંગણાં ગણનારું છે, પણ પવિત્ર પુરૂષના સમાગમમાં રહેલે મનુષ્ય સંસ્કારના પ્રભાવે ઉત્તરોત્તર સારી સ્થિતિમાં રહેલું છે.
માટે સરળતાને વૃદ્ધિગત કરવાની ઈચ્છાવાળા પુરૂષે માયાપ્રધાન પુરુષને સંસર્ગ સર્વથા વર્જ જોઈએ,
આવી રીતે વિચારી જે સરળતાને વૃદ્ધિગત કરશે–તેઓ જ કલ્યાણની નિસરણું પામી શકશે.