________________
આગમત વચન, કાયાની પ્રવૃત્તિને તેવી રીતે ન રાખી શકે કે જેથી બીજાને યથાસ્થિત-વસ્તુના સ્વરૂપથી વિપરીત ધારણ કરવાનું કારણ મળે.
આટલું પ્રાસંગિક વિચાર્યા પછી સરળતાને મેળવવાના સાધન પિકી સાવચેતીના પગલાં રૂપે નિષેધાત્મક પ્રવૃત્તિ રૂપ સાધન તરીકે ઉપઘાતપણાને ત્યાગ જરૂરી છે.
એટલે વિવેકી પુરૂષોએ ઉપઘાતક-બુદ્ધિ છેડીને શેતાના ઉપકારને માટે કરેલી પ્રવૃત્તિ કેટલીક વખત શ્રોતાની અજ્ઞાનતાને લીધે વિપરીત બુદ્ધિને કરનારી થાય, પણ તેટલા માત્રથી તે વિવેકીજનને માયાવી કહી શકાય નહિ.
જેવી રીતે માયાવી પુરુષે શ્રોતાના ઉપઘાતકપણે કરેલી મન, વચન, કાયાની પ્રવૃત્તિ ભાગ્યશાળી શ્રોતાને ઉપઘાતક કે વિપરીત પરિણામવાળી ન થાય, તે પણ ઉપઘાતક-બુદ્ધિથી માયા પૂર્વક પ્રવૃત્તિકરવાવાળો જેમ માયાના દેષને પાત્ર થાય છે, તેવી જ રીતે ઉપઘાતક-બુદ્ધિ વિનાના સરળતાવાળા વક્તાને કોઈ પણ પ્રકારે માયાવિતાને દોષ દઈ શકાય નહિ.
આ રીતે ઉપઘાતક બુદ્ધિના ત્યાગથી સરળતા કેટલાક ભાગ્યશાળી જીવોને પ્રાપ્ત થયેલી હોય છે, છતાં તેઓ તેને ટકાવને માટે ઉપઘાતકપણુના દોષને હંમેશાં દષ્ટિ નીચે રાખે નહિ, તે જગતના માયાવી જેના સંસર્ગથી ઉપઘાતક બુદ્ધિવાળા થઈ સરળતાને સરકાવી દેવાવાળા થાય છે.
આ રીતે ઉપઘાતક-બુદ્ધિ સરળતાને સરકાવનાર થાય છે. અને ઉપઘાતક-બુદ્ધિની કનિષ્ઠતાની અહોનિશ રખાતી ભાવના સરળતાને ટકાવનાર થાય છે.
હવે વિધાનાત્મક પ્રવૃત્તિ રૂપ સરલતાને વધારનાર સાધનની વિચારણા કરીએ છીએ!