________________
પુસ્તક ૨-જુ
મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરી શકે છે, પણ માયાની જાળમાં ફસાઈને સરળતાનું સત્યાનાશ વાળનારે મનુષ્ય પોતાના મન, વચન કે કાયાના એકપણ પ્રવર્તનને શુદ્ધપણે ટકાવી શકતા નથી.
માયાવી મનુષ્યના વિચારે કેટલા બધા ઘાતક હોય છે? વચને કેવાં આંટી-ઘુટીવાળાં હોય છે? અને પ્રવૃત્તિની દિશા કેવી ઉલટપાલટવાળી હોય છે? તે કેઈપણ વિવેકી પુરુષથી અજાણ્યું નથી.
આ બધી માયાવી-પુરુષની હકીકત સમજીને સુજ્ઞ-પુરુષે સરળતાને શણગાર પિતાના આત્મામાં સજે છે.
શરીર ઉપર સજેલાં ઘરેણું કેઈ લઈ જાય નહિ, એની સાવચેતી જેમ મનુષ્ય રાખે છે, તેવી રીતે સરળતાને સજેલો શણગાર પણ આત્મા ઉપરથી ન જાય એની સાવચેતી દરેક વિવેકીએ રાખવાની જરૂર છે.
સરળતાને ગુણ તરીકે દેખાડવાને એ ભાવાર્થ તે નથી જ કે સરળતાને એકાંગી કે વિકૃતરૂપે સ્વીકારી જેમ આવે તેમ સંકલ્પ કરવા, બાળકની માફક જેમ આવે તેમ અણસમજુપણે બેલવું, અને ગાંડાની માફક વિચાર શુન્યપણે પ્રવૃત્તિ કર્યો જવી . કેમકે વિવેકી પુરુષોને માથે એ તે ફરજ તરીકે રહેલું છે કે વિચાર કે પ્રવૃત્તિ કરતાં પહેલાં ખ્યાલ રાખો કે આ-રોદ્રાદિકના વિચારે કે પરેપઘાતક પ્રવૃત્તિઓ થવી ન જોઈએ.
સાપાય, નિખુર, અસભ્ય કે અનવસરનું વચન ન બોલાવું જોઈએ, તથા કોઈપણ પ્રાણીને ઉપઘાત કરનારી કે લેક–લેકેત્તર માર્ગથી વિરૂદ્ધપણાવાળી પ્રવૃત્તિ હોવી જોઈ નહિ.
પણ જેના હૃદયમાં સરળતાએ નિવાસ કરેલ હોય, પણ યથાગ્ય રીતે તેને વિકસાવી ન શક્યો હોય, તે મનુષ્ય પિતાની મન,