________________
આગમત યાત્રિક ગણને નેતા બનનારાને ઉચ્ચ આશય
આ બધા ઉપરથી એ વાત સમજાય તેવી છે કે–
અનાદિકાલથી સંસારચકમાં રખડતા જીવને બાહ્ય પદાર્થના સંગે દુઃખની પરંપરાને આપનારા છે એ વાત ઊંડાણથી વિચારાય તે–
હરકોઈ મનુષ્ય એમ કબૂલ કરશે કે શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજન અને દર્શન વગેરે કરનારે મનુષ્ય પોતાના આત્માને ઉચ્ચતર અને ઉચ્ચતમ કટિમાં જ લઈ જાય છે.
આવી ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ કોટિમાં આત્માને લઈ જવાનું કેઈપણ સબલ સાધન હોય તે તે યાત્રિકગણ તરીકે યાત્રા કરવા નિકળવું, અને યાત્રિકગણના નેતા બનીને યાત્રિકગણને તેવા માર્ગે જોડવા માટે વિભવ અને શક્તિને ઉપયોગ કરે તે છે.
આ વાતને યાત્રિકગણના નેતાને પૂરેપૂરો ખ્યાલ હવે જોઈએ અને તેથી યાત્રિકગણને નેતા પિતાને પ્રમાણમાં આવતા દરેક સ્થળના દરેક મન્દિરે ભગવાનની પૂજાને માટે ઊંચામાં ઊંચા સાધનને અંગે દ્રવ્યવ્યય કરી યાત્રિકગણને મહાલાભ દેનારે થવા સાથે પોતાના આત્માને ખરેખર ઉદ્ધાર કરનાર બને છે. જિનેશ્વરમહારાજની પ્રતિમા ભાવજિનેશ્વરને ઓળખવાનું સાધન છે.
ઉપર જણાવ્યા પ્રમાણે તેમજ અનુભવથી પણ દરેકને એમ માનવું પડે તેમ છે કે જિનેશ્વર ભગવાનની પ્રતિમા ભવ્ય
ને દર્શન કરવા લાયક છે.
કારણ કે જગતમાં ગુણવાન વ્યક્તિના નામ સાંભળવાથી તેમના ગુણોની જે છાપ આત્મામાં પડે છે, તેના કરતાં તે સાક્ષાત્ મૂર્તિ રૂપે દેખવાથી તે દેખનારાને કોઈ અનેરી છાપ પડે છે.
વળી સામાન્ય નીતિ પ્રમાણે પરસ્પર સંબંધી વસ્તુના એક સંબંધીનું જ્ઞાન થાય ત્યારે તેના અપરસંબંધીનું જ્ઞાન પણ પ્રસંગસર થઈ જાય છે, તે ભગવાન જિનેશ્વર મહારાજા નામ, સ્થાપના, દ્રવ્ય