________________
પુસ્તક ૧-લું અને ભાવસ્વરૂપ હોવાથી તેમની સ્થાપનાનું પ્રત્યક્ષ થવાથી કે દર્શન કરવાથી તેમની ભાવદશાનું સ્મરણ થાય અને તે દ્વારા આત્માને તેમના ગુણનું અને ઉપકારનું સ્મરણ થાય, તેમાં આશ્ચર્ય નથી.
જગતમાં પણ પ્રભાત સમયે ઉત્તમ પુરૂષનાં નામ લીધા છતાં ઉત્તમ પુરૂષેની મુખાકૃતિ જોવાનું થાય તે તે શ્રેયસ્કર ગણાય છે, તેવી રીતે જિનેશ્વર મહારાજાની મુખાકૃતિ તેઓશ્રીની મૂતિ દ્વારા દેખવી તે ભવ્ય આત્માઓને શ્રેયસ્કર હોય તેમાં નવાઈ નથી.
વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જિનેશ્વર મહારાજની હયાતીમાં પણ જિનેશ્વર મહારાજને ઓળખવાનું જે કોઈપણ સાધન હોય તે તેઓશ્રીની મુખાકૃતિ છે.
જગતમાં પણ એ વાત અનુભવસિદ્ધ છે કે મનુષ્ય વિગેરેનો પિછાન તેના આકાર ઉપરથી થાય છે, અને એ કારણથી લૂંટારૂ લોકો લૂંટવા માટે ઘેરથી નિકળે ત્યારે જ બકાનું બાંધી લે છે, અર્થાત્ જેનું મુખ ખુલ્લું ન હોય અગર બીજી આકૃતિથી ઓળખાય તેમ ન હોય તે મનુષ્યને સરકારી બાતમીદારો પણ ઓળખી શકતા નથી, માટે ખરું ઓળખવાનું સાધન માત્ર મુખાદિકની આકૃતિ જ છે.
કે સંબંધી ઉપહાસ-મિશ્ર લૌકિક તર્ક
કેટલાકે હાસ્યથી ઢુંઢીયાઓને ઉદ્દેશીને એમ જણાવે છે કે “તેઓ જિનેશ્વર ભગવાનને અને તેમના શાસ્ત્રને લેપનારા હેવાથી પિતાનું હે બતાવવાને લાયક નથી, માટે મુખ બાંધી રાખે છે.*
જે તેઓ વાયુકાયની રક્ષા માટે મુખ બાંધતા હોત તે તે નાક ઉપર પણ બાંધત. કારણ કે મુખથી શ્વાસ તે ઘણી ઓછી વખત લેવાયમેલાય છે, પરંતુ નાકથી તે સતત ધાસનું મેલવું–લેવું થાય છે, અને તેથી જ અંત્ય-અવસ્થાએ પરીક્ષા કરતાં પણ મહેઠે રૂનાં પુમડાં ન મૂકતાં નાકે મૂકવાં પડે છે.
એટલે સહેજે સમજાય તેમ છે કે નાકથી ધાસનું લેવું–મૂકવું સતત થાય છે, પરંતુ તે સ્થાનકવાસીઓએ સતત પવનને લેનાર