________________
પુસ્તક ૧-લું
આ રીતે સ્વ-પરહિતકારી જિનબિંબની પૂજાભક્તિ આદિનેઅનુપમ લાભ અપાવનાર પણ યાત્રિકગણને નેતા છે. જિનમુદ્રાના દર્શનની ઊંડી અસરે
વાચકવૃંદ યાદ રાખવું કે-કમલેલુપી મનુષ્યને જેમ જેમ સ્ત્રીનું સ્મરણ, તેના અંગે પગનું નિરીક્ષણ, તેના હાવ-ભાવનું જ્ઞાન અને તેને વસ્ત્ર-આભૂષણનું દર્શન પ્રતિદિન અને હર-ઘડી કામને પોષનારું બને છે, તેવી રીતે આત્માના ઉદ્ધારને માટે તીવતર આકાંક્ષા ધરાવનારો યાત્રિકગણને નેતા કે યાત્રિકગણ જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિનાં દર્શન કરે છે. ત્યારે ત્યારે– તેના સાત-આકારને દેખીને
આદર્શ પુરૂષપણું સંભારે છે,
કોઈ દશાની અધમતા વિચારે છે.
શાન્ત દશાની ઉત્તમતા અનુભવે છે. નિર્વિકાર નેત્રોની ઝાંખી
ઝેરી અંતઃકરણમાં લાવે છે. સવિકાર નેત્રોનું અધમપણું
હૃદયને હચમચાવે છે, સ્ત્રી આદિકના સંસર્ગથી રહિતપણાને અંગે સર્વ વિષયેથી વિરક્તપણું સ્મરણમાં સજ્જડ થાય છે.
સ્ત્રી આદિના સંસર્ગથી મોટા દે અને ભલભલા મનુષ્યને પણ અધ:પાત થાય છે.”
એ હકીકત ચિત્તમાં ચળચળે છે.
હથિયાર વગેરે એજારથી રહિતપણને જોઈ એ પરસંબંધથી રહિતપણું કરી આત્મરમણતા કરાય, તેનું મનમાં મનન થાય.