________________
આગમત
એ કારિકાનું તાત્પર્ય ગુરુગમદ્વારા સમજ્યા વિના માત્ર શબ્દાર્થ આગળ કરી મહેતાં બિંબે કરવાની ક્રિયામાં અલ્પફલતા ધારવી નહિ, અગર ન્હાનાં બિંબ કરવામાં જ મોટું ફલ છે, એમ પણ ધારવું નહિ.
જેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાના મહેતા અને ન્હાનાપણાને અંગે ફલનું અધિકપણું કે ન્યૂનપણું નિયમિત નથી, તેવી જ રીતે પાષાણ-ચાંદી–સેનું-હીરા-પન્ના-રત્ન વિગેરેથી કરવામાં આવતી મૂતિઓમાં પણ અલ્પફલપણાને કે મહાફલપણાને નિયમ નથી.
કિન્તુ ઉપર જણાવ્યા પ્રમાણે વિભવ અને શક્તિથી સમર્થ થયેલા મનુષ્યને જે લાભ રત્નની પ્રતિમાથી થાય છે, તેટલો જ લાભ વિભવ અને શક્તિથી રહિત મનુષ્યને પાષાણની પ્રતિમા ભરાવવાથી થાય છે, માટે પાષાણુ કે રત્નને અંગે પણ ફલનું અપપણું કે મહત્ત્વપણું નિયમિત હેતું નથી.
જે કે જિનેશ્વર મહારાજની મોટી પ્રતિમા દેખીને જે ભાલ્લાસ થાય અને તે દ્વારા તે દર્શન કરનારના આત્મામાં જે અધ્યવસાયેની પવિત્રતા થાય, તે પવિત્રતા પાષાણની પ્રતિમામાં કે ન્હાની પ્રતિમામાં ન થાય એમ કહી શકાય, પરંતુ પ્રતિમા ભરાવનારને જે ફલ મુખ્યતાએ હોય છે, તે માત્ર પોતાના ભાલ્લાસને અંગે હોય છે.
તેથી “હાની કે હેટી, પાષાણની કે રત્નની જે કંઈ પ્રતિમા કરવામાં ભાલ્લાસની વૃદ્ધિ જળવાઈ રહે તે નિર્જરાની પરાકાષ્ઠા થાય છે” એમ શાસ્ત્રકારોનું કથન છે.
આવી આવી અનેક વાતે ધ્યાનમાં રાખનારો યાત્રિકગણને નેતા સ્થાને સ્થાને શ્રી જિનેશ્વર-મંદિરનાં દર્શન કરે, તેનાં દર્શન-પૂજન દ્વારા જેમ પોતાના આત્માને પવિત્ર કરે છે, તેવી રીતે તે મૂતિ ભરાવનાર ભાગ્યશાળીઓની અનુમોદના કરીને પણ ઘણે જ લાભ મેળવે છે, અને પિતાની સાથે લાવેલા યાત્રિકસમુદાયને પણ તે લાભ મેળવી આપે છે.