________________
- ૩૭
પુસ્તક ૧-લું
વળી ટપાલમાં નાખવામાં આવતા કાગળ વિગેરે સ્થાપના રૂપ અક્ષરો મેકલાય છે, અને તે પહોંચે છે. કેઈપણ મનુષ્ય સરનામું કર્યા વગર જેની ઉપર કાગલ મોકલો હોય તેનું માત્ર નામ લઈને કાગળ ટપાલમાં નાખે તે તે પહોંચતા નથી, એમાં કેઈથી ના પડાયા તેમ નથી, એટલે નામ કરતાં સ્થાપનાનું કેટલું પ્રાબલ્ય છે! એ સહેજે સમજાય તેમ છે.
વળી સ્મરણ કરનારાઓને નામ માત્રથી તેના ગુણનું અનુમાન કે સ્મરણ તેવું થઈ શકતું નથી, તે પછી આદર્શ પુરુષપણાનો ખ્યાલ તે આવે જ ક્યાંથી? પરંતુ જેની આકૃતિ દેખેલી હોય તેનું જે આકૃતિના સ્મરણ સાથે નામનું સ્મરણ કરવામાં આવે તે જરૂર તેને ગુણેનું અને તેના આદર્શ પુરુષપણાનું સ્મરણ થયા સિવાય રહેતું નથી.
એટલે જેઓને ઈશ્વરનું નામ ભજવું છે, તેઓને તે ઈશ્વરની સ્થાપના માન્યા સિવાય છૂટકો જ નથી. મૂર્તિ માન્યા વિના ચાલે તેમ નથી
કે કેટલાકના મતે ઈશ્વર અશરીરી અને જગદ્રવ્યાપક છે. તેથી ઈશ્વરની પ્રતિમા ન થાય એમ કહેવાય છે, પરંતુ જ્યારે જગતું ' એ મૂતિમત્ વસ્તુ છે અને તેને આકાર કેઈપણ જાતને છે તો
પછી ઈશ્વરનો પણ તે જ આકાર જગદ્રવ્યાપીપણું માટે માન પડે, ગળને જેમ સ્વતંત્ર આકાર નથી, છતાં ઘડામાં રહેલ ગોળને ઘડે એજ આકાર હોય છે, તેવી રીતે જગત માં ઈશ્વર વ્યાપક છે એમ માનનારાને પણ જગના આકાર સરખા આકારવાળી ઈશ્વરની મૂતિ ઈશ્વરની આરાધના માટે માનવી જ પડે. - પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ઈશ્વરને સર્વથા શરીર રહિત માનવામાં આવે તે તેને મુખ ન હોય, અને મુખ ન હોય તે વક્તાપણું ન હોય, અને જે વક્તાપણું ન હોય તે તેમના મતનાં