________________
33
આગમત મૂલપ્રમાણવાળી શું મૂત્તિઓ હોય એવો નિયમ નથી?
વળી વિદ્યુમ્માલીદેવતાએ બાવનાચંદનની બનાવેલી ભગવાન મહાવીર મહારાજાની ચિત્રશાળાના કાર્યોત્સર્ગની અવસ્થાવાળી જે મૂર્તિ ભરાવી હતી અને જે મૂર્તિને શાસ્ત્રકારે જીવંતસ્વામી તરીકે વખાણે છે, તે મૂનિ સ્વરૂપે અને પ્રમાણે ભગવાનું મહાવીર મહારાજાની સમાનતામાં વ્હેતી એ વાત સુના ધ્યાન બહાર નથી. તેથી જે પ્રમાણે અને જે સ્વરૂપે તીર્થકરમહારાજાઓ હોય તેજ પ્રમાણે અને તેજ સ્વરૂપે ભગવાનની પ્રતિમા હોવી જોઈએ એ નિયમ નથી. ( શાસ્ત્રકારે પણ ચિત્રકર્મની સ્થાપના કરવાનું જે જણાવે છે તે હકીકત ધ્યાનમાં લેતાં સ્થાપના એટલે પ્રતિમામાં મૂલવ્યક્તિના સરખું રૂપ અને માપ હોવું જોઈએ એવો નિયમ ટકી શકે તથી.
વળી વર્તમાનમાં જે ફેટોગ્રાફર ફેટાઓ લે છે તે ફેટાઓમાં જેઓના ફેટા પડેલા હોય છે તેઓનાં વર્ણ અને માન સરખાં હોતાં નથી એ પ્રત્યક્ષ જ છે, છતાં તે ફેટા ઉપરથી અસલ વ્યક્તિનું ચિત્ર નથી, એમ કેઈપણ સમજુ મનુષ્ય તે કહી શકે તેમ નથી.
મૂતિને નહિં માનનારો વર્ગ જે ક્રિશ્ચિયન હોય છે તે પ્રાચીન પંથવાળો જે રેમન કેથોલિક હોય છે, તે તે ઈસુની મૂતિને માનવાવાળો હોય છે, જે કે પ્રોટેસ્ટંટ તરીકે પ્રર્વતેલ નો પંથ ઈસુની મૂર્તિને નથી માનતે, એમ પિતાને ગણાવે છે, છતાં તેઓ પણ પોતાના દેવળ ઉપર તથા પિતાની પાસે જે કોસ રાખે છે તે કેવળ ઇસુનું સ્થાપન જ છે. સ્થાપનાનું પ્રાબલ્ય કેટલું?
વળી વ્યવહારમાં સિક્કા, સ્ટેમ્પ (એટલે દસ્તાવેજના તથા પસ્ટના વિગેરે) સ્થાપનાવાળા આદરાયેલા છે. જે સિક્કા વગેરેમાંથી સ્થાપના ઘસાઈ જાય છે તે તે ભંગાર અને રદી કાગલમાં ગણાય છે.