________________
૩૮
આગમત શાસ્ત્રો ઈશ્વરે કહેલાં હોય એ સંભવ જ નથી, એટલે બાઈબલ, કુરાન અને વેદ એ ઈશ્વરનાં કહેલાં નહિ, પણ ઈશ્વરના નામે બીજાઓએ કલ્પેલાં માનવાં પડે. પરમેશ્વરનાં વચનને સાક્ષાત્— શ્રવણ કરવાનું સદ્ભાગ્ય કેનું?
વાચકવૃંદ ધ્યાન રાખવું કે સાક્ષાત્ પરમેશ્વરનાં વચનેને સાંભળવાનું સદ્ભાગ્ય છે કેઈને પણ મળ્યું હોય તે તે માત્ર જૈનજનતાને જ મળેલું છે.
કારણ કે તેઓ પોતાનાં શાસ્ત્રો પરમેશ્વરે કહેલાં છે, એમ માને છે. બાઈબલ અને કુરાનવાળાઓએ વચમાં પુત્રની અને સંદેશવાહકની કલ્પનાઓ કરી છે, અને તે દ્વારા પરમેશ્વરનાં વચને આવ્યાં, એમ માન્યું છે.
વળી દવાળાઓએ પણ અગ્નિ, વાયુ અને રવિથી વેદત્રયીને ઉદ્ધાર માન્ય છે, એ વિગેરે વસ્તુ સમજીને વિચારનાર મનુષ્ય બાઈબલ આદિશાસ્ત્રોને અનીધરીય માનશે અને સાથે જૈનશાસ્ત્રોને ઈશ્વરીય માનશે.
ખરી રીતે જૈનેના જે પરમેશ્વરે અરિહંત તરીકે હોય છે, તેઓ શરીરવાળા હોય છે અને તેથી તેઓની મૂર્તિ જેને માનવી એ ન્યાયયુક્ત છે.
જૈનમાર્ગમાં આવતા તેને અટકાવવા માટે બીજાઓએ ઈશ્વરને દીકર-ઈશ્વરને દલાલ-ઈશ્વરને અવતાર વિગેરેની મૂર્તિઓ અગર માન્યતા શરૂ કરી દીધી, પરંતુ વાસ્તવિક રીતિએ ઈશ્વરની સાથે સંબંધ ધરાવનારી એક પણ સ્થાપના જૈનમાર્ગ સિવાય બીજા કોઈ માર્ગવાળાથી કરી શકાય તેમ નથી, પરંતુ વ્યવહાર અને નિશ્ચય ઉભયથી સ્થાપનાનું, આદર્શ પુરુષને સ્મરણ કરવાનું, કારણપણું માન્યા સિવાય છુટકો નથી.