________________
૨૩
પુસ્તક ૧લું
વળી દેવલેકમાં ભગવાન શ્રીજિનેશ્વર-મહારાજની પ્રતિમાની માફકજ પુસ્તકરત્ન કે જેઓ સ્ફટિકરત્નના પત્રમાં અરિષ્ઠરત્નમય અક્ષરવાળાં છે તેનું પ્રક્ષાલન, અને ચન્દન, પુષ્પ વગેરેથી પૂજન કરવામાં આવે છે. અર્થાત્ દેવતાઓને પણ પુસ્તકરૂપી જ્ઞાનક્ષેત્ર અત્યન્ત આદરણીય બુદ્ધિથી જિનપ્રતિમાની માફક જેવાનું હોય છે.
વળી ગણધરમહારાજાઓની દીક્ષા વખતે ઈન્દ્ર મહારાજાએ જે કરતા નથી તે મહોત્સવ ગણધરમહારાજાઓને શ્રુતજ્ઞાનની અનુજ્ઞા કરવાની વખતે કરવામાં આવે છે. વજમયથાળમાં સુગંધી ચૂર્ણ લઈને ઈન્દ્રમહારાજાએ તે શ્રતજ્ઞાનની અનુજ્ઞા વખતે ભગવાન જિનેશ્વરમહારાજની આગળ ઉભા રહે છે, તે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ વર્તમાનશાસનમાં પુસ્તક સિવાય હાય નહિં, માટે પુસ્તકરૂપી જ્ઞાનક્ષેત્ર ભવ્યજીને અત્યન્ત આદરને પાત્ર થાય એમાં નવાઈ નથી. વળી અનુગદ્વાર વિગેરે શાસ્ત્રોમાં પુસ્તક અને પત્રોને સ્થાપના શ્રત તરીકે ઓળખાવીને ભગવાન જિનેશ્વરની સ્થાપના જે પ્રતિમા છે તેની માફક અત્યન્ત આદરણીય જણાવે છે.
ત્રિલેકનાથ તીર્થકર ભગવાન જે નો તિરથ બોલે છે તે ' પણ પ્રવચન એટલે શ્રતની મહત્તાને અંગે છે.
પ્રવચન-શબ્દથી શાસ્ત્ર અને લેકમાં જે ચતુર્વિધ સંઘ ગણવામાં આવે છે, તે પણ માત્ર શ્રુતજ્ઞાનના આધારની અપેક્ષાએ છે.
એવી રીતે શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલી હકીકતને વિચારનાર મનુષ્ય પુસ્તકરૂપી સ્થાપના કૃતની મહત્તાને સમજ્યા સિવાય રહે નહિ! સ્થાપના રૂપ મુતજ્ઞાનને પ્રભાવ
જૈનજનતામાં એ વાત તે જાણતી છે કે ઉપમિતિભવપ્રપંચાકથાના ક્ત શ્રી સિદ્દષિમહારાજ લલિત વિસ્તરા નામના પુસ્તકરૂપી સ્થાપના શ્રુતદ્વારા પ્રતિબોધ પામ્યા હતા.