SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત પૂ. આ. શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પછી જે કોઇના પણ આધારે શાસનની પ્રવૃત્તિ થતી હોય તે તે માત્ર પુસ્તક દ્વારા ટકેલ કૃતજ્ઞાન દ્વારા જ, તેવી રીતે જ્ઞાન સિવાયના બાકીના છએ ક્ષેત્રની મહત્તા તેને સ્થાપવાની, પિષવાની, વધારવા વિગેરેની રીતિઓ તેમજ તે એ ક્ષેત્રેના હેતુ, સ્વરૂપ અને અનુબંધો જણાવવા સાથે આગમિક અને દછાન્તિકરૂપે તે એ ક્ષેત્રની આરાધનાના ફલેને જણાવનાર જો કેઈપણ હોય છે તે સ્થાપના કૃતરૂપી પુસ્તક છે. એટલે એમ કહીએ તે ચાલે કે આખા શાસનને આધાર અને બાકીના સમસ્ત ક્ષેત્રને આધાર જે કઈ પણ વસ્તુતોએ હેય તે તે માત્ર સ્થાપના શ્રતરૂપી પુસ્તક છે. જગતમાં સંસાર તરફ ધસાવનારા અને કર્મબંધનના પ્રવાહમાં ધકેલનાર એવા લૌકિક પાને કે પાર નથી, પરંતુ તે બધા અધર્મ પ્રધાન અને મિથ્યાતના સંસ્કારને નાશ કરી અગર તેવા સંસ્કારોથી બચાવી અખંડ આનંદમય મોક્ષ સુખને મેળવી આપનાર અને તે મેળવવાને ઉપદેશ આપનાર એવા ત્રિલોકનાથ તીર્થકર ભગવાનને દેવ તરીકે મનાવવામાં જે કોઈપણ કાર્યકર હોય તે તે સ્થાપના કૃતરૂપી પુસ્તક છે. ત્રદ્ધિ, ઘરબાર-કુટુંબ-કબીલે – આરંભ-પરિગ્રહ-વિષય-કષાયને છોડીને સર્વવિરતિરૂપી મેક્ષની નીસરણીમાં ચઢવાને પ્રયાસ કરતા એવા પંચમહાવ્રતધારી ગુરુઓને સદ્ગુરુ તરીકે મનાવવામાં જે કેઈનું પણ પ્રબલ સામર્થ્ય હોય તે તે માત્ર સ્થાપનાધૃતરૂપી પુસ્તકનું છે. * અહિંસા, સંયમ અને તપ એ ત્રણને ધર્મ તરીકે મનાવી પ્રેમ વિષય-સમર્પણક વિગેરે અધર્મોથી બચાવનારે જે કંઈ પણ હોય તે. તે માત્ર સ્થાપના-શ્રતરૂપી પુસ્તક જ છે.
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy