________________
આગમત ( દિગંબરોના હિસાબે તે છ મહિનાના છોકરાને ભણવા લાયક જે દશવૈકાલિક અને પ્રકીર્ણ અધ્યયન તરીકે અત્યન્ત તે પ્રમાણવાળું ‘ઉત્તરાધ્યયન જેવું સૂત્ર ધારણ કરવાને પણ તેમના આચાર્ય શક્તિમાન હતા નહિ. કેમકે જે એમ ન હોત તે દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન જેવા નાના નાના આગમે તે જરૂર દિગંબરેમાં સ્થિતિને પામત, પરંતુ તેઓના કમભાગ્ય કે જેથી મૂલઆગમની વાનગી સુદ્ધાં પણ દિગંબમાં રહેવા પામી નહિ.
ખરી રીતે તે ક્રોધના માર્યા શિવભૂતિએ નાગા થઈને જંગલમાં નાચવાનું કર્યું, તેથી તેનામાં અને તેની પરંપરામાં સમસ્ત સૂત્ર કે સૂત્રને અંશ પણ રહેવા પામ્યું નહિ. એ સત્ય હકીક્ત સુજ્ઞ મનુષ્યએ સમજવી મુશ્કેલ નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે જૈનશોસનને સમગ્ર આધારે શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણે સિદ્ધાન્તના કરેલા પુસ્તકારેહણ ઉપર છે.
એટલે જે જે પુરૂષને જૈનશાસનની ભક્તિ હોય, સાચા દેવ-ગુરૂ-ધર્મને ઓળખવા હોય તેઓએ તે પ્રથમ નંબરે જ્ઞાનક્ષેત્ર તરફ લક્ષ્ય દરવું અને દોરવવું જોઈએ.
આ વાતને ધ્યાનમાં રાખીશું તે મહારાજા કુમારપાળે મંત્રી વસ્તુપાલે અને સંગ્રામની વિગેરે મહાનુભાવેએ જેનાગમક્ષેત્રમાં કરોડો રૂપિયા કેમ ખરચ્યા છે? અને અનેક જગપર જૈનશાસ્ત્રના ભંડારે પરિપૂર્ણ રીતિએ કેમ સ્થાપ્યા છે? તેનું મહત્વ સમજાશે, દ્રવ્ય કતને મહિમા?
જૈનશાસ્ત્રમાં મુખ્યતરીકે ગણાતા શ્રીભગવતી સૂત્રમાં શ્રતજ્ઞાન તે શું? પણ દ્રવ્યકૃતને નમસ્કાર કરવામાં આવ્યું છે, તે પુસ્તકની મહત્તાને ઘણે ઉપયોગી છે.