________________
આગમત પરંતુ મહાશ્રાવક તે તે ગણાય કે “જેઓ સખ્યત્વ પૂર્વક દ્વાદશત્રતમાં સ્થિત હેવા સાથે સાતક્ષેત્રમાં પોતાનું ધન ભક્તિપૂર્વક વાપરતે હેય અને અત્યંત દીન-હીન જતુવર્ગમાં દયાથી પિતાના ધનને વ્યય કરનારે હેય.”
આ માટે આગમમાં જણાવાયું છે કે શ્રાવકે પિતાના ધનને વ્યય જિનબિંબ વગેરે ક્ષેત્રોમાં કરવા જોઈએ, એમ જણાવી સ્પષ્ટપણે શ્રાવકની ફરજ સાતક્ષેત્રના પોષણમાં પર્યવસિત કરેલી છે.
આ વાત કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે પણ શ્રી યેગશાસ્ત્રની અંદર–
'इत्थ व्रतस्थितो भक्त्या, सप्तक्षेव्यां धन वपन् ।
दयया चातिदीनेषु, महाश्रावक उच्यते ॥ એ કલેકથી સ્પષ્ટ કરેલ છે.
એટલું જ નહિ, પરંતુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ સાત ક્ષેત્રમાં ધન વાપરવાની જરૂરીયાતનું પિષણ કરતાં ઘણી જ તીખી ભાષા વદે છે. - તેઓશ્રી તે જણાવે છે કે “જ્યારથી જીવમાત્ર ભગવાન જિનેશ્વરમહારાજના ધર્મને પ્રાપ્ત કરે અને સમ્યગ્દર્શનને પામે ત્યારથી તે જીવ ત્યાગને જ ધર્મ ગણવાવાળે હોય.”
અરિહંત ભગવાનને દેવ માનવાનું કારણ પણ ત્યાગ જ છે.
પંચમહાવ્રતધારક મહાત્માઓને ગુરૂ માનવાનું કારણ પણ ત્યાગ જ છે.
અણુવ્રત-ગુણત્રત અને શિક્ષાત્રતાનું પર્યવસાન પણ સર્વપાપને ત્યાગજ છે.
જીવાજીવાદિક તત્વેના જ્ઞાનનું ફલ પણ ત્યાગ જ છે,