________________
પુસ્તક ૩-જું
પર્વાધિરાજશ્રી આ પ...ર્યું.ષ...ણા
પર્વનું અદ્ભુત ૨...હ...સ્વ છે
(૧) | [ જૈન શાસનમાં સકળ પર્વોમાં શિરોમણિ શ્રી પજુસણ મહાપર્વના આબાળ-ગેપાળ પ્રસિદ્ધ મહિમાના અંતરંગ હેતુનું વિશદીકરણ બુદ્ધિગમ્ય આગમિક તર્કો દ્વારા પૂ. આગમ દ્વારકશ્રીએ કરેલ છે-કે જે જિનશાસનની માર્મિક ઓળખાણ કરાવનાર હોઈ ભાષાશૈલીને કાયમ રાખી, વાંચન એગ્ય સરળતા થાય તેવા સંસ્કાર આપી, સુજ્ઞ વાચકેના હિતાર્થે રજુ કરેલ છે.
જૈનશાસનમાં જે કંઈપણ મુખ્ય ધ્યેય હોય તે તે એક છે કે રાગ અને દ્વેષનો સર્વથા નાશ કર, એટલે કે ક્રોધ, માન, માયા તથા લેભને બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી સર્વથા. અભાવ કરે.
જૈનશાસનમાં જણાવેલી કર્મની આઠ મૂળ પ્રકૃતિએ અગર, એકસો અઠ્ઠાવન ઉત્તરપ્રકૃતિઓમાં રાગ અને દ્વેષનું સ્થાન નથી. ' અર્થાતું નથી તે રાગ અને દ્વેષને મૂળ પ્રકૃતિમાં જણાવેલ, તેમ. નથી તે તે બેને ઉત્તરપ્રકૃત્તિમાં ગણવેલ.
તેનું કારણ એ છે કે રાગની અભિવ્યક્તિ જ્યારે પણ હોય છે ત્યારે તે મુખ્યતાએ માયા કે લેભરૂપમાં હોય છે, અને દ્વેષની જ્યારે અભિવ્યક્તિ હોય છે ત્યારે તે ક્રોધ કે માનરૂપમાં જ હોય છે.
આ વાત ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચકજી વિગેરે મહાપુરૂષે સ્પષ્ટપણે પ્રશમરતિ વિગેરે પ્રકરણમાં જણાવે છે. ..